કૌભાંડ/ બનાસકાંઠામાં અનાજ માફિયાનો આંતક, વધુ એક કિસ્સો આવ્યો સામે

  ભરત સુંદેશા… મંતવ્ય ન્યુઝ…બનાસકાંઠા.   બનાસકાંઠા માં અનાજ કૌભાંડ સામે આવ્યું.. કાતરવા ના સંચાલકે લાભાર્થી ના નામે અનાજ ચાઉ કર્યું.. અનાજ ન મળતા રજુઆત કરી તો અનાજ ચાઉ કરનાર વચેટિયા એ ધમકી આપી.. બનાસકાંઠાના કાતરવા ગામ માં આજે અનાજ માફિયાઓ સસ્તા અનાજની દુકાનનો જથ્થો બારોબાર વેચી મારતા હોવાની ઘટના સામે આવી છે. વારંવાર રજૂઆત […]

Gujarat
IMG 20210720 WA0127 બનાસકાંઠામાં અનાજ માફિયાનો આંતક, વધુ એક કિસ્સો આવ્યો સામે

 

ભરત સુંદેશા… મંતવ્ય ન્યુઝ…બનાસકાંઠા.

 

બનાસકાંઠા માં અનાજ કૌભાંડ સામે આવ્યું..

કાતરવા ના સંચાલકે લાભાર્થી ના નામે અનાજ ચાઉ કર્યું..

અનાજ ન મળતા રજુઆત કરી તો અનાજ ચાઉ કરનાર વચેટિયા એ ધમકી આપી..

બનાસકાંઠાના કાતરવા ગામ માં આજે અનાજ માફિયાઓ સસ્તા અનાજની દુકાનનો જથ્થો બારોબાર વેચી મારતા હોવાની ઘટના સામે આવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ દુકાનના સંચાલકે પોતાની મનમાની ચાલુ રાખતા આખરે કંટાળેલા ગ્રામજનોએ જિલ્લા પુરવઠા અધિકારી સહિત ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી છે.

IMG 20210720 WA0125 બનાસકાંઠામાં અનાજ માફિયાનો આંતક, વધુ એક કિસ્સો આવ્યો સામે

  1. સસ્તા અનાજ નું વધુ એક કૌભાંડ..
  2. બનાસકાંઠા ના લાખણી તાલુકાના કાતરવા ગામે ચાલી રહ્યું છે કૌભાંડ
  3. સરકાર ગરીબો માટે આપે છે અનાજ અને ખાઈ જાય છે વચેટિયાઓ
  4. ફિંગર પ્રિન્ટ ખોટી મારીને અનાજ સગેવગે કરાય છે.
  5. ગ્રામજનો એ રજુઆત કરી તો વચેટિયા લાલા સોનીએ આપી ધમકી
  6. લાલા સોની ની વગ ના કારણે જિલ્લા પુરવઠા અધિકારી પણ નથી કરતા તપાસ.. 
  7. શુ જિલ્લા કલેકટર આનંદ પટેલ ગરીબો ના હક્કનો અનાજ અપાવશે ખરા..
  8. શુ જિલ્લા કલેકટર આનંદ પટેલ વચેટિયા લાલા સોની સામે કાર્યવાહી કરશે ખરા..

IMG 20210720 WA0124 બનાસકાંઠામાં અનાજ માફિયાનો આંતક, વધુ એક કિસ્સો આવ્યો સામે

લાખણી તાલુકાના કાતરવા ગામે શ્રીમતી એસ એસ ચાવડા નામની મહિલા સસ્તા અનાજની દુકાન નું લાયસન્સ ધરાવે છે અને આ ગામ અંદાજીત 1500 ની વસ્તી ધરાવતું આ ગામ છે જોકે આ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સરકાર દ્વારા ફાળવવામાં આવતું ગરીબ અને મધ્યમ વર્ગ માટે નું રાશન નો જથ્થો બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદ થઈ છે. ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આ સસ્તા અનાજની દુકાન ની સંચાલક મહિલા ક્યારેય દુકાને આવી નથી તેની જગ્યાએ કેટલાક વચેટીયાઓ આ દુકાન સંભાળે છે અને ગ્રામજનો ને ફાળવવામાં આવતું અનાજ ગરીબો સુધી પહોંચવાને બદલે બારોબાર વેચી દઇ કૌભાંડ આચરી આ છે દર મહિને ગ્રાહકો ના મોબાઈલ પર અનાજનો જથ્થો ઉપડી ગયો હોવાના મેસેજ તો આવે છે પરંતુ તેમને કોઈ જ અનાજનો જથ્થો મળતો નથી અને ખોટા ફિંગર પ્રિન્ટ ને આધારે આ દુકાનના સંચાલકો અનાજનો જથ્થો બારોબાર વેચી મારતા હોય છે જે મામલે સ્થાનિક મહિલા સરપંચ ના પુત્ર રજુઆત કરતા વચેટીયા લાલા સોની નામના શખ્સે તેઓને ધમકી આપી હતી. જે મામલે સરપંચના પુત્ર રબારી પરબતભાઇ એ લાલા સોની સહિત પાંચ લોકો સામે લાખણી નાયબ કલેકટર કચેરીમાં ફરિયાદ કરી છે અને પરબત રબારી

એ જણાવ્યું હતું કે લાલા સોની સહિત કેટલાક લોકો અનાજ બરોબર વેચી મારે છે કહેવા જઈએ તો ધમકી આપે છે જ્યારે કમલેશભાઈ નામના કાર્ડ ધારકે જણાવ્યું હતું કે હું બી પી એલ કાર્ડ ધરાવું છું પણ હજુ સુધી કોઈજ અનાજ મળ્યું નથી .જ્યારે મફાભાઈ નામના કાર્ડધારકે જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈને અનાજ નો જથ્થો પૂરતો મળતો નથી.

ઉલ્લેખનીય છે કે આ લાલા સોની નામનો શખ્સ બે વર્ષ અગાઉ પણ સસ્તા અનાજની દુકાન ના જથ્થા ની બોરીઓ એક ગોડાઉન માં પલટી મારી બારોબાર વેચી મારતો ઝડપાયો હતો, અને હમણાં પણ ગુજરાત વ્યાપી ઝડપાયેલા અનાજ કૌભાંડમાં બનાસકાંઠા જિલ્લાની 21 દુકાનના સંચાલકો સામે ફરિયાદ થઇ છે તેમ છતાં પણ કેટલાક અનાજ માફિયાઓ સુધરવાનું નામ જ લેતા નથી ત્યારે આવા તત્વો સામે જિલ્લા પુરવઠા અધિકારી કડક કાર્યવાહી કરે અને સરકાર દ્વારા ફાળવવામાં આવતો અનાજ ગરીબોના મોં સુધી પહોંચે તેવી ગ્રામજનોની માંગ છે.