જમ્મુ કાશ્મીર/ આતંકવાદીએ પોલીસકર્મીને માથામાં મારી ગોળી, ઘટના CCTVમાં કેદ

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને ફૂટેજમાં જોવા મળે છે  કે આતંકવાદીએ ખાનિયાર બજારમાં આતંકવાદીએ પાછળથી ખૂબ નજીકથી બે વાર અધિકારીને ગોળી મારી હતી

Top Stories
jammu kashmir આતંકવાદીએ પોલીસકર્મીને માથામાં મારી ગોળી, ઘટના CCTVમાં કેદ

જમ્મુ-કાશ્મીરની રાજધાનીમાં રવિવારે એક આતંકવાદીએ એક પોલીસકર્મીની હત્યા કરી હતી. આતંકવાદીએ શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં ખૂબ જ નજીકથી તેમના પર ગોળીબાર કર્યો અને ભાગી ગયો હતો તેનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થઇ ગયું હતું . સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીની શોધખોળ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીએ પાછળથી પ્રોબેશનરી સબ ઇન્સ્પેક્ટર અરશદ અહમદ મીરને ગોળી મારીને ઘાયલ કર્યા. ઘાયલ અધિકારીને તાત્કાલિક સૌરાની SKIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શક્યા ન હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બપોરે 1.35 વાગ્યાની આસપાસ બની હતી.

 

 

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને ફૂટેજમાં જોવા મળે છે  કે આતંકવાદીએ ખાનિયાર બજારમાં આતંકવાદીએ પાછળથી ખૂબ નજીકથી બે વાર અધિકારીને ગોળી મારી હતી. આ વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારી હાથમાં કોઈ હથિયાર લઈને ચાલી રહ્યો છે. અચાનક એક આતંકવાદી પાછળથી આવે છે અને તેમના પર ગોળીબાર કરે છે. લોકો ભયથી અહીં અને ત્યાં દોડવા લાગે છે. આ દરમિયાન એક શ્વાન આતંકવાદીની પાછળ દોડતો જોવા મળે છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરને પકડવા માટે શોધખોળ ચાલી રહી