ફાયરિંગ/ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આંતકવાદીઓએ કરી ફાયરિંગ બે નાગરિકોનાં મોત

આંતકવાદીઓએ કરી ફાયરિંગ બે ના મોત

India
terrist જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આંતકવાદીઓએ કરી ફાયરિંગ બે નાગરિકોનાં મોત

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિઝબેરામાં આંતકવાદીઓએ સામાન્ય નાગરિકો ઉપર ફાયરિંગ કરી હતી  જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે આજે સાંજે આતંકવાદીઓની ગોળીબારમાં બે લોકોને ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિને સત્વરે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આંતકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની નાકાબંદી કરી દેવામાં આવી છે.પોલીસ આંતકવાદીઓની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે હિજબુલ મુજાહિદ સંગઠનના એક આંતકવાદીને કાશ્મીરના કુલગામ જિલ્લાના ફ્રિસલમાંથી પકડી પાડ્યો હતો .આ આંતકવાદીની બાતમી પોલીસને મળી હતી બાતમીના આધારે તેને પકડી પાડ્યો હતો.શોધખોળ દરમિયાન પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીનના સક્રિય આતંકવાદી ઝાકિર ભટની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે જાકીર ભટ મૂળ કુલગામ જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા આઠ વર્ષથી શોપિયાંમાં રહે છે.