ખુલાસો/ થાઇલેન્ડ પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોર્નના મૃત્યુ અંગે કર્યો ખુલાસો,જાણો ક્યાં કારણથી થઇ મોત

સોમવારે એટલે કે આજે  થાઈલેન્ડ પોલીસે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નના મૃત્યુ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે

Top Stories Sports
17 2 થાઇલેન્ડ પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોર્નના મૃત્યુ અંગે કર્યો ખુલાસો,જાણો ક્યાં કારણથી થઇ મોત

સોમવારે એટલે કે આજે  થાઈલેન્ડ પોલીસે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નના મૃત્યુ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. પોલીસે આજે વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટની માહિતી સાર્વજનિક કરી છે. પોલીસનું કહેવું છે કે શેન વોર્નનું મૃત્યુ કુદરતી છે. હજુ સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ગયો છે. મેડિકલ રિપોર્ટ અનુસાર શેન વોર્નનું મૃત્યુ કુદરતી રીતે થયું છે. પોલીસ ટૂંક સમયમાં તે મુજબ કાયદાકીય નિષ્ણાતો સાથે વાત કરશે.

શેન વોર્નને યાદ કરીને રિકી પોન્ટિંગ રડ્યો હતો

શેન વોર્નને યાદ કરતાં રિકી પોન્ટિંગ કહે છે, ‘હું એ વિચારીને સૂઈ ગયો હતો કે મારે મારી દીકરીઓને સવારે નેટબોલ માટે લઈ જવી છે, પરંતુ જ્યારે હું જાગ્યો ત્યારે બધું બદલાઈ ગયું હતું. દુનિયાના અન્ય લોકોની જેમ હું પણ આ સમાચાર સાંભળીને ચોંકી ગયો. આ સમાચાર પચાવવામાં મને ઘણા કલાકો લાગ્યા. શેન વોર્ન મારા જીવનનો મહત્વનો ભાગ હતો. મેં તેના કરતા સારો બોલર ક્યારેય જોયો નથી. તેની ગણતરી ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થશે. તેણે સ્પિન બોલિંગને સંપૂર્ણપણે બદલી નાખી અને નવી ક્રાંતિ લાવી.

ફ્લોર અને ટુવાલ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા

શેન વોર્નનું શુક્રવારે થાઈલેન્ડમાં નિધન થયું હતું. તેની ઉંમર માત્ર 52 વર્ષની હતી અને તેના અચાનક મૃત્યુના સમાચાર આવતા સમગ્ર ક્રિકેટ જગત આઘાતમાં આવી ગયું હતું. હવે થાઈલેન્ડ પોલીસે શેન વોર્નના મોત મામલે મોટો ખુલાસો કર્યો છે. વેકેશન પર ગયેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે વિલાની તપાસ કરતી વખતે થાઈલેન્ડ પોલીસને શેન વોર્નના રૂમના ફ્લોર અને ટુવાલ પર ‘લોહીના ડાઘ’ મળ્યા હતા.