Not Set/ ઉત્તરપ્રદેશ: છેલ્લા 24કલાક દરમિયાન અનરાધાર વરસાદે લીધો 16 લોકોનો જીવ, 12 ઘાયલ

ઉત્તરપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ થયો છે. આ વરસાદે યુપીના ઘણા વિસ્તારોને ધોઈ નાખ્યા છે. લોકોના જનજીવન પર આવા ધોધમાર વરસાદે ખુબ જ પ્રતિકૂળ અસર છોડી છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં યુપીમાં ખુબ જ વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે 16 લોકોના જીવ ગયા છે. જયારે 12 લોકો ઘાયલ પણ […]

Top Stories India
GettyImages 642440320 ઉત્તરપ્રદેશ: છેલ્લા 24કલાક દરમિયાન અનરાધાર વરસાદે લીધો 16 લોકોનો જીવ, 12 ઘાયલ

ઉત્તરપ્રદેશ,

ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ થયો છે. આ વરસાદે યુપીના ઘણા વિસ્તારોને ધોઈ નાખ્યા છે. લોકોના જનજીવન પર આવા ધોધમાર વરસાદે ખુબ જ પ્રતિકૂળ અસર છોડી છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં યુપીમાં ખુબ જ વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે 16 લોકોના જીવ ગયા છે. જયારે 12 લોકો ઘાયલ પણ થયા છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર શાહજહાંપુરમાં 6 લોકોના જીવ ગયા છે, જયારે સીતાપુર જિલ્લામાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદને કારણે અમેઠી અને ઔરૈયા જિલ્લામાં પણ ચાર જીવ ગયા છે.

કુલ મળીને જોડવાં આવે તો 461 ઘરોને ખુબ જ નુકસાન થયું છે. જયારે જીવ-જાનવરોની વાત કરવામાં આવે તો વીજળીને કારણે 18 પ્રાણીઓને નુકશાન પહોંચ્યું છે. ઉત્તરપ્રદેશ સિવાય તેના જ પાડોસી વિસ્તાર એવી રાજધાની દિલ્લીમાં, ઉત્ત્તરાખંડમાં અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું