National News/ 2029માં PM પદને લઈને વિજયના નામની ચર્ચા તેજ, કોંગ્રેસ અને TVK વચ્ચે વધ્યો વિવાદ

તમિલનાડુમાં મુખ્યમંત્રી Thalapathy Vijayને 2029ના પીએમ પદના ઉમેદવાર બનાવવાને લઈને ટીવીકે અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જાણો વિગતવાર રાજકીય ઘટનાક્રમ.

NATIONAL Top Stories India
Thalapathy Vijay

Vijay for PM Row: તમિલનાડુની રાજનીતિમાં હવે 2029ની લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. TVKના કેટલાક નેતાઓ અને મંત્રીઓ મુખ્યમંત્રી તથા પાર્ટીના પ્રમુખ સી. જોસેફ વિજયને(Thalapathy Vijay) 2029માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ અને TVK વચ્ચે મતભેદો વધતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ તરફથી આ પ્રકારના નિવેદનો સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે 2029માં જો રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવામાં નહીં આવે તો પાર્ટીના નેતાઓ સરકારમાં પોતાની ભૂમિકા અંગે પુનર્વિચાર કરી શકે છે.

કનિમોઝી સંતોષે વિજયને લઈને મોટું નિવેદન આપ્યું

વિવાદ વચ્ચે TVKની ધારાસભ્ય કનિમોઝી સંતોષે વધુ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે 2029ના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમના ‘કમાન્ડર’ વિજયનું(Thalapathy Vijay) નામ આગળ રહેશે. કનિમોઝી સંતોષે એવો પણ દાવો કર્યો કે રાહુલ ગાંધી પોતે વિજયનો સાથ આપશે અને તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકારમાંથી બહાર થવાની ચેતવણી આપી ચૂક્યા છે.

રાહુલ ગાંધી કે Thalapathy Vijay? વિવાદનું કારણ શું?

TVKના નેતાઓ દ્વારા વિજયને(Thalapathy Vijay) ભવિષ્યના વડાપ્રધાન તરીકે રજૂ કરવામાં આવતા કોંગ્રેસ માટે રાજકીય મુશ્કેલી ઊભી થઈ છે. બીજી તરફ અગાઉ કોંગ્રેસના નેતા તારાથાઈ કથબર્ટે દાવો કર્યો હતો કે વિજય રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. આ બંને દાવાઓને કારણે ગઠબંધનની અંદર નેતૃત્વને લઈને ચર્ચા વધુ ગરમ બની છે. વિજયને 2029ના PM તરીકે રજૂ કરવામાં આવતા વિપક્ષી પાર્ટીઓએ પણ કટાક્ષ કર્યો છે. DMK તરફથી આ પ્રકારની કલ્પનાઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યારે AIADMK નેતા એડપ્પાડી કે. પલાનીસામીએ પણ વિજયના PM બનવાના દાવા પર વ્યંગ કર્યો હતો.

કનિમોઝી સંતોષ કોણ છે?

કનિમોઝી સંતોષ TVKની ધારાસભ્ય છે અને રાજકારણમાં પ્રવેશતા પહેલાં વકીલ, ઉદ્યોગસાહસિક તથા જ્યોતિષ ક્ષેત્ર સાથે જોડાયેલી રહી હોવાનું જણાવવામાં આવે છે. 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તેમણે કવુન્ડમપલયમ બેઠક પરથી જીત મેળવી હતી. હવે 2029માં રાહુલ ગાંધી કે વિજય—PM પદ માટે કોનું નામ આગળ આવશે, તેને લઈને તમિલનાડુની રાજનીતિમાં ચર્ચા વધુ તેજ બની રહી છે.


આ પણ વાંચો: પરિસીમન મુદ્દે મુખ્યમંત્રી વિજયની સર્વદલીય બેઠકનો બહિષ્કાર, 57માંથી 37 સાંસદ ગેરહાજર

આ પણ વાંચો:સુપરસ્ટાર થલાપતિ વિજયે કરી રાજકારણમાં એન્ટ્રી, બનાવી પોતાની નવી પાર્ટી

આ પણ વાંચો: પોંગલ પહેલા વિજય સરકારની મહત્વની જાહેરાત; ગરીબ પરિવારો, મહિલાઓ અને કિન્નરો માટે મહત્વની ભેટ