Not Set/ જે કોઈ કમળનું નિશાન લઈને આવશે થરાદની પ્રજા તેને જીતાડશે : શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાની 7 ખાલી પડેલી બેઠકમાંથી 4 બેઠકોની પેટા ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ 4 બેઠકોમાં મહેસાણાની ખેરાલુ, બનાસકાંઠાની થરાદ, અમદાવાદની અમરાઈવાડી અને મહીસાગરની લુણાવાડા બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતની હજુ 3 બેઠકોનું સસ્પેન્સ યથાવત રહ્યું છે. અને જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. અને જે બેઠક પહેલેથી જ […]

Top Stories Gujarat Others
sankar chaudhary જે કોઈ કમળનું નિશાન લઈને આવશે થરાદની પ્રજા તેને જીતાડશે : શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાની 7 ખાલી પડેલી બેઠકમાંથી 4 બેઠકોની પેટા ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ 4 બેઠકોમાં મહેસાણાની ખેરાલુ, બનાસકાંઠાની થરાદ, અમદાવાદની અમરાઈવાડી અને મહીસાગરની લુણાવાડા બેઠકનો સમાવેશ થાય છે.

ગુજરાતની હજુ 3 બેઠકોનું સસ્પેન્સ યથાવત રહ્યું છે. અને જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. અને જે બેઠક પહેલેથી જ રાજકીય ચર્ચાનાં કેન્દ્વ સ્થાને રહી છે તે, રાધનપુરની બેઠક માટેની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી ન હોવાથી અનેક પ્રકારની ચર્ચાઓ જન્મી રહી છે.

દરમિયાન બનાસકાંઠા ભાજપનાં દિગ્ગજનેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું નામ થરાદ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યુ છે. શંકર ચૌધરી થરાદ બેઠક માટે જ્યારે ભાજપનાં પ્રબળદાવેદાર માનવામાં આવી રહ્યા છે. ત્યારે સામે થરાદ બેઠક માટે ચૌધરી અને ઠાકોર સમાજનું ગણીત પણ ચોક્કસ ગણતરીમાં લેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.

તમામ બાબતોની સાથે સાથે ભાજપનાં દિગ્ગજ નેતા શંકર ચૌધરીનું નિવેદન પણ વધું સસ્પેન્સ ક્રિએટ કરતું જણાય છે. શંકર ચૌધરી દ્વારા પોતાનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે કોઈ કમળનું નિશાન લઈને આવશે થરાદની પ્રજા તેને જીતાડશે.

શંકર ચૌધરીનાં નિવેદનને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થઇ ગયા છે. લોકમાં અનેક પ્રકારની ચર્ચા જોવામાં આવી રહી છે કે, શું શંકર ચૌધરીનાં આ નિવેદનથી તે થરાદ બેઠક પરથી ચૂંંટણીમાં લડી રહ્યા છે, તેવું પ્રતિત થાય છે? કે, પછી થરાદ માટે ભાજપે કોઇ બીજા ઉમેદવાર પર કળશ ઢોળ્યો છે ? તો  તે ઉમેદવાર કોણ? અને શંકર ચૌધરી થરાદથી નહીં તો ક્યાંથી ચૂંટણી લડશે ? કે લડશે જ નહીં ? 

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.