Political/ રાજ્યની 6 મહાનગર પાલિકાઓને આ તારીખે મળશે નવા મેયર, જનરલ બોર્ડની બેઠકમાં લેવાશે નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ કયા શહેરમાં કોણ કયા શહેરમાં મેયર પદ પર વિરાજમાન થશે તે અંગે કોર્પોરેશનના તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય

Gujarat
bjp2 રાજ્યની 6 મહાનગર પાલિકાઓને આ તારીખે મળશે નવા મેયર, જનરલ બોર્ડની બેઠકમાં લેવાશે નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ કયા શહેરમાં કોણ કયા શહેરમાં મેયર પદ પર વિરાજમાન થશે તે અંગે કોર્પોરેશનના તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો તેની વચ્ચે તમામ અટકળોનો અંત આવ્યો છે.અમદાવાદને 10 માર્ચના રોજ નવા મેયર મળશે,10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક મળશે.બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે,મેયર સહિતના પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે.

Vaccine / મેં હમણાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યના તમામ છ મહાનગરોને મળશે નવા મેયરઅમદાવાદ, સુરત, વડોદરાને મળશે નવા મેયર મળશે.રાજકોટ, ભાવનગર, જામનગરને મળશે નવા મેયરરાજકોટને મહાશિવરાત્રી બાદ 11 માર્ચના રોજ નવા મેયર મળશે. આ માટે રાજકોટમાં 11 માર્ચે સવારે પ્રથમ બોર્ડ મળવા જઈ રહ્યું છે.આ ઉપરાંત કયા શહેરને કયા મૈયર મળશે તે બાબત પર નજર કરીએ તો સુરતને 12 માર્ચે ,જામનગરને મળશે 12 માર્ચે નવા મેયરભાવનગરને મળશે 10 માર્ચે ,વડોદરાને 11 માર્ચે મળશે નવા મેયર.10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક મળશે.બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે.મેયર સહિતના પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે.

Corona Vaccine / પોતાના કર્મચારીઓને પરિવાર સહિત મફતમાં રસી આપશે આ દિગ્ગજ કંપનીઓ

રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય જીત પ્રાપ્ત કરી છે ત્યારે મેયર  ભાજપ પક્ષમાંથી હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત રાજકોટ, વડોદરા  જેવા શહેરોમાં મહિલા મૈયરની ઉમેદવારી અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે જનરલ બોર્ડની બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે. અને બહુ જલદી તમામની અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.

વડોદરા / સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોરોના વિસ્ફોટ, મોટી સંખ્યામાં કર્મચારી સંક્રમિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…