Interesting/ 85 વર્ષીય વૃદ્ધા તેની તમામ જમીન PM મોદીનાં નામ પર કરવા માંગે છે, કારણ જાણશો તો ચોંકી ઉઠશો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. મોટાભાગના લોકો, ભલે તે દેશમાં હોય અથવા વિદેશમાં, લોકો તેને પસંદ કરે છે. મોદીની લોકપ્રિયતાનો આ પ્રકારનો કિસ્સો યુપીના મૈનપુરીમાં જોવા મળ્યો હતો, જ્યાં એક 85 વર્ષિય બિટન દેવી નામની વૃદ્ધાએ પોતાની બધી જમીન અને સંપત્તિ વડાપ્રધાન મોદીના નામે કરવા માગે છે. વકીલો પણ એ સાંભળીને આશ્ચર્યચકિત […]

Top Stories India
corona 21 85 વર્ષીય વૃદ્ધા તેની તમામ જમીન PM મોદીનાં નામ પર કરવા માંગે છે, કારણ જાણશો તો ચોંકી ઉઠશો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. મોટાભાગના લોકો, ભલે તે દેશમાં હોય અથવા વિદેશમાં, લોકો તેને પસંદ કરે છે. મોદીની લોકપ્રિયતાનો આ પ્રકારનો કિસ્સો યુપીના મૈનપુરીમાં જોવા મળ્યો હતો, જ્યાં એક 85 વર્ષિય બિટન દેવી નામની વૃદ્ધાએ પોતાની બધી જમીન અને સંપત્તિ વડાપ્રધાન મોદીના નામે કરવા માગે છે. વકીલો પણ એ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ખેતરનું નામ વડા પ્રધાનના નામ પર હતું. તે જ સમયે, તેની પાછળનું કારણ ભાવનાત્મક છે.

હકીકતમાં, બિટન દેવીની પાસે લગભગ સાડા 12 વીઘા જમીન છે. બુધવારે અચાનક મૈનપુરીના કાયદા સલાહકાર કૃષ્ણ પ્રતાપસિંહની ઓરડીમાં ગયા હતા. ત્યાં તેમણે વકીલ સાથે વાત કરી હતી અને પીએમ મોદીના નામે તેમની તમામ જમીન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જે સાંભળીને ત્યાં બેઠેલા તમામ લોકોના હોશ ઉડી ગયા હતા. વૃદ્ધ મહિલાને વકીલ દ્વારા ખૂબ સમજાવટ કરવામાં આવી હતી, પરંતુ તે મક્કમ છે. તેમણે વકીલને પીએમ મોદીના નામે જમીન આપવાનું કહ્યું છે. ત્યારબાદ વકીલે તેમની પાસેથી તેમના વિશે માહિતી માંગી હતી.

મોદીની નામે બધી જમીન કેમ કરવા માંગતા હતા ?

આ પછી વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તેના પતિનું અવસાન થયું છે. તેમને બે પુત્રો અને એક વહુ છે જે તેમની સંભાળ જરાય લેતા નથી ન તો તેમને સરખો ખોરાક આપે છે.સરકાર દ્વારા આપવામાં આવતી વૃદ્ધાવસ્થા પેન્શન દ્વારા તેમને ટેકો મળી રહ્યો છે. તેથી, તે પોતાની જમીન પીએમ મોદીને આપવા માંગે છે. તેમની વાત સાંભળીને વકીલે તેને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાતચીતનો હવાલો આપીને તેણીને ઘરે મોકલી આપી હતી. જોકે વૃદ્ધ મહિલા પોતાની બધી જ જમીન પીએમ મોદીને સ્થાનાંતરિત કરવા માટે મક્કમ છે. વકીલે તેને બે દિવસ પછી પાછા આવવાનું કહ્યું છે. જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બધા ચોંકી ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો