Cricket/ અમેરિકાનાં આ ખેલાડીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી, ઇનિંગમાં ફટકાર્યા 16 છક્કા

અલ અમીરાત મેદાન પર રમાયેલી વનડેમાં જસકરણે છ બોલમાં છ છક્કા ફટકાર્યા સાથે, એક ઇનિંગમાં 16 છક્કા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

Sports
11 33 અમેરિકાનાં આ ખેલાડીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી, ઇનિંગમાં ફટકાર્યા 16 છક્કા

અમેરિકાની ક્રિકેટ ટીમનાં ખેલાડી જસકરણ મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ રમાયેલી વનડે મેચમાં ઈતિહાસ સર્જ્યો છે. અલ અમીરાત મેદાન પર રમાયેલી વનડેમાં જસકરણે છ બોલમાં છ છક્કા ફટકાર્યા સાથે, એક ઇનિંગમાં 16 છક્કા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

11 34 અમેરિકાનાં આ ખેલાડીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી, ઇનિંગમાં ફટકાર્યા 16 છક્કા

આ પણ વાંચો – Cricket / ટી-20 વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત થતા જ ગુસ્સે થયો રાશિદ ખાન, જાણો શું કર્યુ

આપને જણાવી દઇએ કે, જસકરેણે 124 બોલમાં ચાર ચોક્કા અને 16 છક્કાની મદદથી 173 રન બનાવી પોતાની ટીમને 271 રન સુધી પહોંચાડી હતી. જ્યારે જસકરણ ક્રિઝ પર આવ્યો ત્યારે અમેરિકાની ત્રણ વિકેટ 27 રનમાં પડી ગઈ હતી. તેણે એકલા હાથે આગેવાની લીધી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાનાં હર્શેલ ગિબ્સે વર્ષ 2007 માં નેધરલેન્ડ સામે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. આપને જણાવી દઇએ કે, વનડે ક્રિકેટ ઉપરાંત ટી 20 આંતરરાષ્ટ્રીયમાં બે વખત એક ઓવરમાં 6 સિક્સર વાગી ચુકી છે. ભારતનાં યુવરાજ સિંહે 2007 માં યોજાયેલી પ્રથમ ટી 20 વર્લ્ડકપ સેમીફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. આ વર્ષે માર્ચમાં વેસ્ટ ઇન્ડીઝનાં સ્ટાર બેટ્સમેન કિરણ પોલાર્ડે પણ એક ઓવરનાં તમામ 6 બોલમાં 6 સિક્સર ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. એકંદરે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર પ્રસંગોએ, એક જ ઓવરમાં 6 સિક્સર વાગી ચુકી છે.

આ પણ વાંચો – Cricket / તાલિબાનનાં મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયા લઇ શકે છે મોટો નિર્ણય

આપને જણાવી દઇએ કે, પંજાબની રાજધાની ચંદીગઢમાં જન્મેલા યુવરાજ સિંહે 2007 ટી 20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જસકરણ મલ્હોત્રાનો જન્મ પણ ચંડીગઢમાં થયો હતો. તેણે વનડેમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારીને આ અનોખો રેકોર્ડ ચંદીગઢનાં નામે નોંધાવ્યો છે.

વનડે ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

17 ઇયોન મોર્ગન
16 રોહિત શર્મા, એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ, જસકરન મલ્હોત્રા
15 શેન વોટસન

11 35 અમેરિકાનાં આ ખેલાડીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી, ઇનિંગમાં ફટકાર્યા 16 છક્કા

આ પણ વાંચો – Cricket / બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 WorldCup માટે ટીમની કરી જાહેરાત

જણાવી દઈએ કે, 31 વર્ષીય જસકરણ અત્યાર સુધી 7 વનડે રમ્યો છે જેમાં 228 રન તેના નામે નોંધાયેલા છે. તેનો લિસ્ટ A રેકોર્ડ પણ ઘણો સારો છે. તેણે 26 મેચમાં 646 રન બનાવ્યા છે. તેણે ત્રણ અડધી સદી અને એક સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.