meteorological department/ રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

Top Stories Gujarat Others
a 155 રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. સવારથી અમદાવાદ, અરવલ્લી,સુરત, વાંસદા, બનાસકાંઠા, આણંદ સહિતના જીલ્લામાં વરસાદી માહોલ છે.

અમદાવાદ

અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ
રાયપુર,ખાડિયા,લાલ દરવાજામાં સવારે વરસાદ
આંબાવાડી,શિવરંજની,વસ્ત્રાપુરમાં સામાન્ય વરસાદ
મકરબા,એસ.જી.હાઇવે વિસ્તારમાં વરસાદી છાંટા પડયા
સામાન્ય વરસાદ પડતાં સવારે ઠંડીમાં વધારો

અરવલ્લી

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
મોડાસા,ઈસરોલમાં વરસાદી છાંટા
ભિલોડા,શામળાજીમાં વરસાદ પડયો
જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ
વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

આણંદ

આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો
જિલ્લામાં છૂટો છવાયો વરસાદ
આણંદ, બોરસદ, આંકલાવમાં વરસાદ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો
વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા, સાયલામાં વરસાદ
મુળી, લીંબડી, પાટડીમાં કમોસમી વરસાદ
રવી પાકોને નુકશાની શક્યતા

ગીર સોમનાથ

ગીર સોમનાથનાં ગીરગઢડા શહેરમાં માવઠું
ગીર ગઢડા શહેરમાં રાત્રે કમોસમી વરસાદ
સમગ્ર વિસ્તારમાં પ્રસરી ઠંડક
કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ

ભાવનગર

ભાવનગર મહુવામા વાતાવરણમાં પલટો
મોડી રાત્રે કમોસમી વરસાદ
કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
હિંમતનગર,ઇડર ,વડાલીમાં વરસાદ
સાબરકાંઠાના અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ
કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 અને 11 ડિસેમ્બરે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આ આગાહીના કારણે ખેડૂતોમા ચિંતા છે. વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થશે તેથી ખેડૂતો માટે વરસાદની આગાહી માઠા સમાચાર છે.

એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ

લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો

આત્મીય હોસ્પિટલ કરાઈ સીલ, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર કાર્યવાહી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…