Not Set/ બનાસકાંઠા: નાગલા માઇનોર કેનાલ રિપેરીંગ દરમ્યાન ભેખળ ધસતા બે યુવાનોનાં મોત

બનાસકાંઠાનાં થરાદ પંથકમાંથી પસાર થતી અને માલસણ બ્રાન્ચને જોડતી નાગલા માઇનોર કેનાલનું અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઈનનું જેસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ઉપરથી મોટા પ્રમાણમાં ભેખડ ધરાસઈ થતાં નીચે કામ કરી રહેલા બે મજુરો માટી નીચે દટાઈ ગયા હતા. ભારે જહેમત બાદ દટાયેલા યુવકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ જાણે મોડું થઇ ગયું હોય […]

Top Stories Gujarat Others
pani1 1 બનાસકાંઠા: નાગલા માઇનોર કેનાલ રિપેરીંગ દરમ્યાન ભેખળ ધસતા બે યુવાનોનાં મોત

બનાસકાંઠાનાં થરાદ પંથકમાંથી પસાર થતી અને માલસણ બ્રાન્ચને જોડતી નાગલા માઇનોર કેનાલનું અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઈનનું જેસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ઉપરથી મોટા પ્રમાણમાં ભેખડ ધરાસઈ થતાં નીચે કામ કરી રહેલા બે મજુરો માટી નીચે દટાઈ ગયા હતા. ભારે જહેમત બાદ દટાયેલા યુવકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ જાણે મોડું થઇ ગયું હોય તેમ બને મજુરો મૃત હાલતમાં બહાર કઢાયા હતા. બંને યુવકોનાં મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

pani3 બનાસકાંઠા: નાગલા માઇનોર કેનાલ રિપેરીંગ દરમ્યાન ભેખળ ધસતા બે યુવાનોનાં મોત

જયઅંબે કન્સીલન્ટ નામનાં કોન્ટ્રાક્ટની બે દરકારીનાં લીધે ખેતપુરી ભુરપુરી ગોસ્વામી ઉંમર વર્ષે આશરે 25 તેમજ રમેશભાઈ શંકરભાઇ જોષી ઉંમર વર્ષ આશરે 35 બંને રહે કણોઠી તાલુકો સુઇગામ વાળા યુવકોના મોત નીપજ્યાં હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે ખોદકામ દિવસે કરવું જોઈએ પરંતુ કોન્ટ્રાક્ટર દ્રારા ભષ્ટાચારની છબી બહાર ન આવે તે માટે રાત્રે કામ કરવામાં આવી રહ્યું હતું. નર્મદા વિભાગમાં મોટા પાયે ભષ્ટાચાર થયો હોવાની રાવ છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહી છે. બાંધકામમાં હલકું કામ અંડર ગ્રાઉન્ડમાં લેવલીંગ વગર કામ કરવામાં આવતાં વારંવાર કેનાલો તૂટી જવા પામે છે. લેવલીંગ સરખું ન હોવાથી કેનાલો ઉભરાઈને લાખો લીટર પાણી રેલાતાં, ખેડૂતોના ખેતરોમાં અનેક પાકને નુકશાન થયું છે.

pani2 બનાસકાંઠા: નાગલા માઇનોર કેનાલ રિપેરીંગ દરમ્યાન ભેખળ ધસતા બે યુવાનોનાં મોત

આવા ભષ્ટાચારને ઠંડા કલેજે અંજામ આપવા કોન્ટ્રાક્ટર રાત્રે કામ કરાવતો હોવાથી દુર્ઘટના સર્જાતાં બે યુવકોના મોત નીપજ્યાં છે તો યુવકોના મોત માટે  જવાબદાર કોણ, કોન્ટ્રાક્ટર કે નર્મદા વિભાગ ? શુ આ બાબતે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?  આવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.