ગુજરાત/ તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ

એક તરફ કોરોનાની મહામારી તેનો કહેર વરસાવી રહી છે, ધંધા રોજગાર અને પરિજનો, સ્વજનોનાં ભોગ લેવાયાં હોવાનાં કિસ્સા હજુ તાજા છે.

Top Stories India
petrol 3 તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ

@મુનિર પઠાન, મંતવ્ય ન્યૂઝ – ભરૂચ

એક તરફ કોરોનાની મહામારી તેનો કહેર વરસાવી રહી છે, ધંધા રોજગાર અને પરિજનો, સ્વજનોનાં ભોગ લેવાયાં હોવાનાં કિસ્સા હજુ તાજા છે. ત્યારે કુદરતે જાણે લોકોની અગ્નિ પરીક્ષા લેવાનું નક્કી કરી લીધું હોય તેમ ભારતના કેરળ થી લઈ ગુજરાતના દક્ષિણ પશ્ચિમ દરિયા કાંઠાના લોકો માટે માઠાં સમાચાર આવી રહયા છે. જેમાં ગુજરાતના દરિયા કિનારા ઉપર આગામી 17 તારીખે તૌકતે નામનું ભયાનક વાવાઝોડું આવી રહ્યું હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાની સંભાવનાઓને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટનાં મોડમાં આવી ગયું છે.

petrol 4 તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ

સૌથી મોટું સંકટ / આઝાદી બાદ કોવિડ-19 મહામારી કદાચ દેશનો સૌથી મોટો પડકારઃ રઘુરામ રાજન

તૌકતે સામે અગમચેતી તૈયારીઓ શરૂ કરી દીધી છે ભરૂચના દહેજ બંદરે ભયસૂચક એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં લો ડિપ્રેશનને પગલે ભારતીય હવામાન દ્વારા એક નંબરનું સિગ્નલ શુક્રવાર બપોરથી જ લગાવી દેવામાં આવ્યું છે. જેથી દહેજ બંદરે આવેલ પાંચ જેટી, દરિયાઈ ખેડૂતો અને કાંઠા વિસ્તારના 50 જેટલા ગામોને દરિયાની નજદીક ન જવા સુચન કરેલ છે. જ્યાં સુધી હવામાન ખાતાં દ્વારા જાન કરવામાં ન આવે ત્યાં સુધી ખાસ કરીને માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવા માટે સૂચનાઓ આપી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી 48 કલાકમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી પુરી શક્યતાઓ જણાઈ રહી છે. ક્રમબદ્ધ રીતે દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારતના દરિયા કાંઠા સુધી તૌકતે વાવાઝોડાની રફતાર તેજ થવાની છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા પર આ વાવાઝોડાની રફતાર 80 કે.ટી. એટલે કે લગભગ 150 કી.મી.ની રફતારે ત્રાટકશે. મુંબઈ કરતાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની વધારે અસર વર્તાવાની શક્યતા પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને વહીવટીતંત્ર સલામતીના કારણે સાબદુ થઇ જવા પામ્યું છે. તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના હાંસોટ, વાગરા અને જંબુસર ત્રણ તાલુકાના 50 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ દહેજ બંદર આવેલ પાંચ જેટીના સંચાલન કરતી કંપનીઓને પણ તાકીદે પૂરતા પગલાં ભરવા સૂચન કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ગામોને એલર્ટ કરાયા છે.

petrol 5 તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ

ચેતવણી / ચક્રવાત તોફાન તૌક્તેનાં કારણે સવારથી જ અમદાવાદનાં વાતાવરણમાં પલટો

ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. દરિયા કિનારાના મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓને નજીકમાં આવેલ ગામના પ્રાથમિક શાળાના સેલટર હોમમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 500 લોકો સુધીના લોકો રહી શકે તેવા હાંસોટમાં એક તેમજ વાગરામાં ત્રણ એમ.પી.પી.સી.એચ. સેન્ટરોમાં લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાની સૂચનાથી ભરૂચમાં ૨૨ જેટલા એન.ડી.આર.એફ.ના જવાનોની ટિમ બચાવ કામગીરીની સામગ્રી લઈ પહોંચી ચુકી છે.

s 3 0 00 00 00 2 તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ