સંકટ/ PMC બેંકનાં ખાતાધારકો માટે આવ્યા મોટા સમાચાર, થશે આ નુકસાન

સંકટગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC બેંક)નાં ગ્રાહકોને પ્રથમ તબક્કામાં 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ નહીં મળે. તેનું કારણ એ છે કે બેંક હજુ રિઝોલ્યુશન પ્રક્રિયામાં છે.

Business
PMC Bank

સંકટગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC બેંક)નાં ગ્રાહકોને પ્રથમ તબક્કામાં 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ નહીં મળે. તેનું કારણ એ છે કે બેંક હજુ રિઝોલ્યુશન પ્રક્રિયામાં છે. ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પ્રથમ તબક્કામાં PMC બેંકને છોડી રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઇ રહી 20 બેંકોનાં ગ્રાહકોને ચુકવણી કરશે. પ્રથમ તબક્કામાં ચુકવણી માટે 90 દિવસની ફરજિયાત અવધિ 30 નવેમ્બર, 2021 નાં ​​રોજ સમાપ્ત થશે.

આ પણ વાંચો – Political / દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

આપને જણાવી દઇએ કે, ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં કહ્યું હતું કે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (સુધારા) એક્ટ, 2021 ની કલમ 18A (7) (a) ની જોગવાઈઓનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. આ જોગવાઈઓ હેઠળ, જો કોઈ બેંક રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ છે, તો 5 લાખ રૂપિયાની ચુકવણી માટેનો સમયગાળો વધુ 90 દિવસ સુધી લંબાવી શકાય છે. જૂનની શરૂઆતમાં, ભારતીય રિઝર્વ બેંકે સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ફિનટેક સ્ટાર્ટઅપ ભારત-પે નાં કન્સોર્ટિયમને સંકટગ્રસ્ત PMC બેંકને હસ્તગત કરવાની મંજૂરી આપી હતી. આ એક્વિઝિશનનો માર્ગ સાફ કરતા, રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં નાણાકીય સેવાઓ કંપનીઓનાં કન્સોર્ટિયમને નાના ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ આપ્યું હતું.

આ પણ વાંચો – પ્રમોશન /  મુખ્યમંત્રીએ દિવાળીની આપી ભેટ, મામલતદારોની કરી પ્રમોશનની જાહેરાત,13 મામલતદારોને ડેપ્યુટી કલેકટરની બઢતી

નોંધનીય છે કે, બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની થાપણોની સુરક્ષા DICGC દ્વારા ખાતરી આપવામાં આવે છે. DICGC એ ભારતીય રિઝર્વ બેંકની પેટાકંપની છે, જે બેંક થાપણો પર વીમા કવચ પ્રદાન કરે છે. 5 લાખનાં ડિપોઝિટ વીમાની જોગવાઈઓ અનુસાર, બેંક નાદારી અથવા તેનું લાઇસન્સ રદ થવાના કિસ્સામાં, બેંકમાં જમા રકમને ધ્યાનમાં લીધા વિના, થાપણકર્તાને 5 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે.