અમદાવાદ/ ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા- સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ચોકાવનાર વિગતો સાથે કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરનો આરોપ લગાવ્યો છે.

Ahmedabad Gujarat
ધંધા-સ્વરોજગાર વા

@મેહુલ દુધરજીયા

ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા- સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ચોકાવનાર વિગતો સાથે કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરનો આરોપ લગાવ્યો છે. આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાની માત્ર વાતો કરતી ભાજપ સરકારનાં શાસનમાં ગુજરાત સ્વરોજગાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે છે.

લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની સંખ્યા માત્ર ૧૬.૬૨ ટકા, ગુજરાતનાં લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૯.૦૪ ટકા.રસોઈથી રોજગાર, લઘુ ઉદ્યોગથી લઈને લોકસભા સુધી દેશમાં મહિલાનું યોગદાન ઘણું મહત્વનું છે.

ગુજરાત કરતા આર્થિક રીતે નબળા રાજ્યોમાં સ્વરોજગાર, ઉદ્યોગ સાહસિકતામાં મહિલાઓની ભાગીદારીમાં વધારો જોવા મળે છે.ભાજપની મહિલા વિરોધી માનસિકતાને કારણે ગુજરાત સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો, સ્વરોજગારીમાં મહિલાઓ મળવાપાત્ર સહાય, સુવિધાઓથી વંચિત છે.

ઇનિશિએટિવ ફૉર વ્હૉટ વર્ક્સ ટુ ઍડ્વાન્સ વુમન ઍન્ડ ગર્લ્સ ઇન ધ ઇકૉનૉમી (IWWAGE) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં એવી દલીલ કરવામાં આવી છે કે શ્રમમાં મહિલાઓની ભાગીદારી ઓછી હોય તેવાં રાજ્યોમાં મહિલાઓ અને છોકરીઓ સામેના ગુનાઓ વધુ નોંધાયા હતા.વર્લ્ડ ઇકોનીમી ફોરમનાં ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્ષ રિપોર્ટમાં ભારત ૧૩૫માં ક્રમાંકે છે. વર્ષ ૨૦૧૭-૨૦૨૨માં લગભગ ૨.૧ કરોડ મહિલાઓ વર્કફોર્સમાંથી કાયમીપણે બહાર નીકળી ગયા છે.

ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ  છે. લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની સંખ્યા માત્ર ૧૬.૬૨, ગુજરાતનાં કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૯.૦૪ ટકા. છે.લઘુ ઉદ્યોગ- ઉદ્યોગ સાહસિકતા- સ્વરોજગારમાં મહિલાઓની દેશમાં સૌથી ઓછી ભાગીદારએ ગુજરાત માટે ચિંતાજનક છે.

દેશની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં મહિલાઓનું યોગદાન અતિ મહત્વનું છે.રસોઈથી રોજગાર, લઘુ ઉદ્યોગથી લઈને લોકસભા સુધી દેશમાં મહિલાનું યોગદાન ઘણું મહત્વનું છે.આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાની માત્ર વાતો કરતી ભાજપ સરકારનાં  શાસનમાં ગુજરાત સ્વરોજગાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે