Politics/ ભાજપનાં મંત્રીએ લોકોને ચિકન, મટન અને માછલીથી વધુ બીફ ખાવાની આપી સલાહ

એક તરફ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ગૌમાંસનો સખત વિરોધ કરતી આવી છે, જ્યારે બીજી બાજુ તેમના જ પક્ષનાં મંત્રીઓ તેને ખાવાની સલાહ આપી રહ્યા છે.

Top Stories India
11 6 ભાજપનાં મંત્રીએ લોકોને ચિકન, મટન અને માછલીથી વધુ બીફ ખાવાની આપી સલાહ

એક તરફ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ગૌમાંસનો સખત વિરોધ કરતી આવી છે, જ્યારે બીજી બાજુ તેમના જ પક્ષનાં મંત્રીઓ તેને ખાવાની સલાહ આપી રહ્યા છે. ભાજપનાં મંત્રી સનબોર શુલઈએ શનિવારે કહ્યું, “લોકોને ચિકન, મટન અને માછલીથી વધુ બીફ ખાવા માટે પ્રોત્સાહિત કરો. કારણ કે લઘુમતી લોકોમાં ખોટી માહિતી છે કે ભાજપ ગૌહત્યા પર પ્રતિબંધ મૂકશે. મંત્રી શુલઈનાં નિવેદને પાર્ટી માટે નવા વિવાદોને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો – ભારત-ચીન ઘર્ષણ / ભારત અને ચીન વચ્ચે બારમા તબક્કાની મંત્રણા : આ મુદ્દા પર મુકાયો ભાર

મેઘાલયનાં મંત્રીએ રાજ્યનાં લોકોને ચિકન, ઘેટાં અથવા બકરાનું માંસ અથવા માછલીનું માસ ખાવાની જગ્યાએ ગૌમાસ એટલે કે બીફ વધુ ખાવાનું કહ્યુ અને તેમનો પક્ષ તેની વિરુદ્ધ હોવાનું તેમણે નકાર્યું હતુ. ગયા અઠવાડિયે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર ભાજપનાં વરિષ્ઠ નેતા શુલઈએ કહ્યું કે, લોકશાહી દેશમાં દરેક વ્યક્તિ પોતાની પસંદગીનું ભોજન ખાવા માટે સ્વતંત્ર છે. તેમણે મીડિયાને કહ્યું, ‘હું લોકોને ચિકન, ઘેટાં અથવા બકરાનું માંસ અથવા માછલી ખાવાને બદલે વધુ ગૌમાંસ ખાવા માટે પ્રોત્સાહિત કરું છું. તે ધારણા કે ભાજપ ગૌહત્યા પર પ્રતિબંધ મૂકશે તે દૂર થઇ જશે.

આ પણ વાંચો – બ્રેકિંગ ન્યુઝ /  વેપારીઓ-સંસ્થાઓના કર્મચારીઓ માટે ફરજિયાત વેકસીનેશનની મર્યાદા ૧પમી ઓગસ્ટ સુધી લંબાવાઈ

પશુપાલન અને પશુ ચિકિત્સક મંત્રી શુલઈએ એ પણ ખાતરી આપી કે તેઓ આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે વાત કરશે જેથી ખાતરી કરી શકાય કે પડોશી રાજ્યમાં નવો કાયદો મેઘાલયમાં પશુઓનાં પરિવહનને અવરોધે નહીં. આપને જણાવી દઈએ કે, આસામમાં પશુઓની સુરક્ષા માટે કાયદો લાવવામાં આવ્યો છે. આસામ ગાય રક્ષણ બિલ, 2021 નાં માધ્યમથી પડોશી દેશ બાંગ્લાદેશમાં ગાયોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવાનો છે. આસામ સરકાર પડોશી બાંગ્લાદેશમાં ગાયની દાણચોરી રોકવા માટે આ બિલનો મૂળ હેતુ જણાવી રહી છે.