Not Set/ સ્કુલના વોશરૂમમાંથી ૧૪ વર્ષના વિદ્યાર્થીની લાશ મળી , કોણે હત્યા કરી એ અકબંધ

દિલ્હી હજુ થોડા સમય પહેલા હરિયાણામાં રેયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ ૨માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રદ્યુમનની લાશ તેની જ સ્કુલના બાથરૂમમાંથી મળી હતી તેવો જ કિસ્સો દિલ્હીમાં બન્યો છે. દિલ્હીમાં ઉત્તર દિલ્હીમાં સદ્તપુર વિસ્તારમાં  કારવલનગરમાં ગુરુવારે સવારે જીવનજ્યોતિ સ્કુલમાં ધોરણ ૯માં ભણતા વિદ્યાર્થીની લાશ સ્કુલના વોશરૂમમાં કથિત હાલતમાં મળી આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૪ […]

Top Stories
delhi death સ્કુલના વોશરૂમમાંથી ૧૪ વર્ષના વિદ્યાર્થીની લાશ મળી , કોણે હત્યા કરી એ અકબંધ

દિલ્હી

હજુ થોડા સમય પહેલા હરિયાણામાં રેયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ ૨માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રદ્યુમનની લાશ તેની જ સ્કુલના બાથરૂમમાંથી મળી હતી તેવો જ કિસ્સો દિલ્હીમાં બન્યો છે. દિલ્હીમાં ઉત્તર દિલ્હીમાં સદ્તપુર વિસ્તારમાં  કારવલનગરમાં ગુરુવારે સવારે જીવનજ્યોતિ સ્કુલમાં ધોરણ ૯માં ભણતા વિદ્યાર્થીની લાશ સ્કુલના વોશરૂમમાં કથિત હાલતમાં મળી આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૪ વર્ષના  તુષારને તેના મિત્રોએ પીટ્યો હતો જેના લીધે તેનું મૃત્યુ હોવાની શંકા છે.

વધુમાં પોલીસે કહ્યું હતું કે તુષારના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા જોવા નથી મળી જયારે તેના પિતરાઈ ભાઈ રવીનું કહેવું છે કે સ્કુલના જ છોકરાએ ઢોરમાર માર્યો હતો.

ઉત્તર દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર એ.કે શીન્ઘ્લાએ જણાવ્યું કે સાડા દસ વાગ્યા આસપાસ તુષાર બેભાન હાલતમાં સ્કુલના વોશરૂમમાંથી મળી આવ્યો હતો.સ્કુલના સ્ટાફને ખબર પડતા જ તત્કાલ તેઓ ગુરુ ટેગ બહાદુર હોસ્પીટલમાં લઇ ગયા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

તો બીજી તરફ સ્કુલના શિક્ષક તૃપ્તિ શુક્લા એ કહ્યું કે એવી કોઈ ગંભીર હાથાપાઈ નથી થઇ.તુષારની તબિયત સારી નહતી જણાતી.બેભાન અવસ્થામાં જોઇને અમે તેને જલ્દીથી હોસ્પિટલ લઇ ગયા હતા.

તુષારના મોતથી ગુસ્સે થયેલા પરિવારજનોએ સ્કૂલનો ઘેરાવો કર્યો હતો.સ્કુલ તંત્ર તુષારના મોતનું કારણ  છુપાવી રહી છે.તુષારના વાલીએ કહ્યું કે રોજની જેમ ગુરુવારે ૮ વાગ્યે સ્કુલ જવા માટે નીકળ્યો હતો ત્યાં  અચાનક સ્કૂલમાંથી ફોન આવ્યો કે તુષાર ભેભાન અવ્સ્થમાં ઢળી પડ્યો છે અને તત્કાલથી અમે સ્કુલ પહોચી તેને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

તુષારના પિતરાઈ ભાઈ રવીએ કહ્યું હતું કે તેને કોઈ રોગ નહિ પણ સ્કુલના બધા મિત્રો દ્વારા માર મારવામાં આવ્યો હતો જોવાની વાત એ છે કે સ્કુલના ઘણા શિક્ષકે પણ આ જોયું હતું.રવીએ તેના ભાઈના ગળા અને છાતી પરના નિશાન પણ જોયા હતા.

સ્કુલના સીસીટીવી કેમેરામાં  જોતા પોલીસને સ્કુલના કેટલાક છોકરા તુષારને કથિત હાલતમાં લાવતા જોવા મળ્યા હતા.

પોલીસે કહ્યું કે હાલ તુષારની બોડીને પીએમ માટે મોકલી છે એના રીપોર્ટ આવે પછી ખબર પડશે કે સત્ય ઘટના શું છે.આ ઘટના બાબતે પોલીસની તપાસ ચાલુ છે.

છેલ્લા ત્રણ મહિનામાં કારાવાલ વિસ્તારની આ બીજી ઘટના છે.ઓક્ટોમ્બર મહિનામાં એક ખાનગી  સ્કુલમાં ભણતો ધોરણ ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર પણ તેના મિત્રો દ્વારા મારઝૂડ કરવાના લીધે મૃત્યુ થયું હતું.