@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ -બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ તેના જ ઘરના પાણીના ટાંકા માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આજુબાજુના લોકો અને ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લોએ આમ તો સમગ્ર ગુજરાતમાં પછાત જીલ્લો માનવામાં આવે છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવુતિઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલમાં હત્યા અને આત્મહત્યા જેવી ગુનાહિત પ્રવૃતિઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ આત્મહત્યા જેવી ગંભીર ઘટનાને અજામ આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ હત્યાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાની નાની બાબતોમાં હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અજામ આપી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃતિઓની ઘટનાને પગલે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભય જોવા મળી રહ્યો છે.
બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની પાણીના ટાંકા માંથી લાશ મળી…
ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકની તેના ઘરમાંથી લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે, ડીસાની સરસ્વતી સોસાયટી ખાતે રહેતો ધવલ પ્રવીણભાઈ ઠક્કર નામનો 29 વર્ષીય યુવક મેડિકલ નો વ્યવસાય કરતો હતો. જે બે દિવસ અગાઉ 15 તારીખે ઘરે થી અચાનક ગુમ થઈ જતા તેના પરિવારજનોએ ડીસા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે યુવકના પરિવારજનો બ્રશ કરી રહ્યા હતા તે સમયે પાણી માંથી દુર્ગંધ આવતા તપાસ કરતા પાણીના ટાંકા માંથી આ યુવકની લાશ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.અને અંદર જોયું તો પોતાના 29 વર્ષીય દીકરાની લાશ તરતી જોવા મળી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે મૃતકની લાશની જાણ પોલીસની કરી બહાર નીકાળી હતી.પોતાના દીકરાની લાશ મળી આવતા પરિવારમાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી….
પોલીસે લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી….
આ ઘટનાની જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ પણ આવી પહોંચી હતી તેમ જ યુવક ની લાશ ને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવ અંગે ડીસા દક્ષિણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન
સુરેન્દ્રનગરમાં પીએમ આવાસ યોજનામાંથી નામ કપાતા લોકોમાં રોષની લાગણી
જાફરાબાદમાં માછીમારી કરી રહેલી બોટમાં 300 કિલોની મહાકાય માછલી જાળમાં ફસાઈ
સુરતમાં ફેક કોલ સેન્ટર પર પોલીસે પાડ્યા દરોડા, 35 લોકોની ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
