Not Set/ કાંકરેજમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી વધુ એક યુવકની લાશ, મોતનું કારણ હજી અકબંધ

કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે સવારના સુમારે ચાંગા નજીક મુખ્ય કેનાલમાં દરવાજા પાસે એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.

Gujarat Others
A 309 કાંકરેજમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી વધુ એક યુવકની લાશ, મોતનું કારણ હજી અકબંધ

કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે સવારના સુમારે ચાંગા નજીક મુખ્ય કેનાલમાં દરવાજા પાસે એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જે બાદ લોકોના ટોળેટોળા જોવા ઉમટયા હતા. લોકોએ પોલિસને જાણ કરતાં થરા પોલિસ તુરંત ધટનાસ્થળે આવી પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે, પોલીસે તરવૈયાઓની મદદથી કેનાલમાં તરતા મૃતદેહને બહાર કાઢી તપાસ કરતાં મૃતક યુવક ભદ્રેવાડી ગામનો વિરચંદભાઈ મલાભાઈ વાલ્મિકી (ઉ.૩૦ વર્ષ) હોવાનુ જાણવા મળ્યુ હતુ. યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ હોવાનુ જાણવા મળેલ છે.

A 310 કાંકરેજમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી વધુ એક યુવકની લાશ, મોતનું કારણ હજી અકબંધ

આ પણ વાંચો: દહેગામ-બાયડ હાઈવે પર અકસ્માત, 2 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે, યુવકના  પરીવારે બે દિવસ અગાઉ થરા પોલિસ મથકે યુવકની ગુમ થયાની જાણવા જોગ નોધાયેલ હતી.યુવકના મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. પી.એમ.કર્યા બાદ લાશને તેના વાલીવારસોને સુપરત કરી થરા પોલિસે અકસ્માત મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે હવે નર્મદા કેનાલમાં ઝંપલાવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.

A 311 કાંકરેજમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી વધુ એક યુવકની લાશ, મોતનું કારણ હજી અકબંધ

આ પણ વાંચો:હોળી પ્રગટાવતી વખતે સાથે ન લઈ જતા સેનેટાઈઝર, નહીતર પછીથી થશે પસ્તાવો

આ પણ વાંચો: કોરોના કાળમાં ચોરે અર્બન હેલ્થ સેન્ટરમાંથી કરી ટેસ્ટ કિટની ચોરી, જીંદગીમાં ક્યારેય નહીં જોઈ આ પ્રકારની ચોરી