ઉત્તરપ્રેદશમાં/ આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી બાળકીનું મૃત્યુદેહ મળી આવ્યું,ચાર દિવસથી હતી લાપત્તા

ઉત્તરપ્રદેશના ગોંડામાં આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી યુવતીનું મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે અને ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી છે

Top Stories India
7 11 આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી બાળકીનું મૃત્યુદેહ મળી આવ્યું,ચાર દિવસથી હતી લાપત્તા

ઉત્તરપ્રદેશના ગોંડામાં આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી બાળકીનું મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે અને ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી છે. મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે  કે આ છોકરી 4 દિવસ પહેલા તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, જેની લાશ આસારામ બાપુના આશ્રમમાં ઘણા દિવસોથી પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના કર્મચારીઓએ કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર સિવાય આખા આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો મામલો હોવાનું જણાય છે. આ ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં આ કાર છેલ્લા ઘણા દિવસોથી પાર્ક હતી.