Not Set/ BSFને ફિરોઝપુર સરહદ પાસેથી હથિયારો,હેરોઇન,અને ગોળીઓ મળી આવી

BSFએ ભારત-પાકિસ્તાન સાથેની ફિરોઝપુર સેક્ટર બોર્ડર પરથી ત્રણ અલગ-અલગ કેસમાં 22 કિલો હેરોઈન, હથિયારો અને ગોળીઓ જપ્ત કરવામાં આવી છે

Top Stories India
SENA123 BSFને ફિરોઝપુર સરહદ પાસેથી હથિયારો,હેરોઇન,અને ગોળીઓ મળી આવી

BSFએ ભારત-પાકિસ્તાન સાથેની ફિરોઝપુર સેક્ટર બોર્ડર પરથી ત્રણ અલગ-અલગ કેસમાં 22 કિલો હેરોઈન, હથિયારો અને ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ તમામ સામગ્રી પાકિસ્તાનથી  ભારતીય સરહદમાં ફેંકવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આમાં નાર્કો ટેરરિઝમ સાથે સંકળાયેલી ગેંગનો હાથ હોઈ શકે છે.

બીએસએફના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે 11 જાન્યુઆરી, 2022 ના રોજ વહેલી સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ફિરોઝપુર સેક્ટર પાસે બોર્ડર સિક્યોરિટી ફેન્સની સામે કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. શંકાસ્પદ હિલચાલના આધારે એલર્ટ બીએસએફના જવાનોએ ચારે બાજુથી ઘેરાબંધી કરીને વિસ્તારની શોધખોળ શરૂ કરી હતી. આ સર્ચ દરમિયાન BSFને 19 કિલોથી વધુ હેરોઈન, એક પિસ્તોલ, એક મેગેઝિન અને આઠ કારતૂસ મળી આવ્યા હતા. આ પ્રતિબંધિત સામગ્રી દસ અલગ-અલગ પેકેટમાં બંડલ કરવામાં આવી હતી.

બીએસએફના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, ફિરોઝપુર સેક્ટરમાં અન્ય એક ઘટનામાં જવાનોએ 1 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું છે. બીએસએફના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર ત્રીજો કેસ પણ ફિરોઝપુર સેક્ટરનો છે. જ્યાં 10 અને 11 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે BSFના જવાનો દ્વારા સેક્ટર સ્પેસિફિક સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાંથી 1 કિલોથી વધુ માદક પદાર્થ મળી આવ્યો હતો. એ પણ નોંધવું જોઈએ કે આ સમયમર્યાદામાં ભારે હિમવર્ષા અને ઠંડી તેમજ ધુમ્મસ છે. આ પ્રતિકૂળ વાતાવરણની સ્થિતિનો લાભ લઈને રાષ્ટ્રવિરોધી તત્વો ભારતીય સરહદમાં નાર્કો ટેરરિઝમ સંબંધિત પ્રતિબંધિત સામાન સરહદ પારથી સતત ફેંકી રહ્યા છે.