Surat-Maulavi Case/ ઉપદેશ રાણાની હત્યાની સોપારી લેનારા મૌલવીના કેસમાં મોટા ખુલાસા થઈ શકે

સુરતમાં મૌલવી અબુબબકરના કેસમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે. તેણે સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા અને નિશાંત શર્માને ધમકી આપી હતી. તેઓને ગ્રુપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ અપાઈ હતી.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 05 16T164808.226 ઉપદેશ રાણાની હત્યાની સોપારી લેનારા મૌલવીના કેસમાં મોટા ખુલાસા થઈ શકે

Surat News: સુરતમાં મૌલવી અબુબબકર (Maulvi Abubakar) ના કેસમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે. તેણે સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા અને નિશાંત શર્માને ધમકી આપી હતી. તેઓને ગ્રુપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ અપાઈ હતી. તેણે ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડની સોપારી પણ લીધી હતી. તેના રિમાન્ડમાં સ્ફોટક વિગતો બહાર આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હતો. તેના પછી કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા બે દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ કેટલાંક નેતાઓની સોપારી લેવાઇ હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારવાના પ્લાનના મામલામાં હવે મોટા ખુલાસા થઇ શકે છે. NIA અને ATS દ્વારા મૌલવીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ અને પૂછપરછ દરમિયાન વધુ કેટલાક નેતાઓની સોપારી લેવાઇ હોવાની વાત સામે આવી છે તો વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓના ફોટોગ્રાફ મળી આવ્યા છે. મૌલવીને છોડાવાના પ્રયાસનો ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો તે અંગે આજે સાંજે પોલીસ મોટો ખુલાસો કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતી પર ગેંગરેપ, મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: રાધનપુરના યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

આ પણ વાંચો: વડોદરામાં સ્પાની આડમા ચાલતું દેહવ્યાપારનું કૌભાંડ પકડાયું