Politics/ કેન્દ્ર સરકાર ભાષણબાજી દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે : ચિદમ્બરમ

એક તરફ કોરોનાની બીજી લહેર દેશમાં કહેર વરસાવી રહી છે, બીજી તરફ કોરોના રસીનાં અભાવ માટે વિપક્ષ મોદી સરકારની સતત ટીકા કરી રહ્યુ છે.

Top Stories India
mmata 31 કેન્દ્ર સરકાર ભાષણબાજી દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે : ચિદમ્બરમ

એક તરફ કોરોનાની બીજી લહેર દેશમાં કહેર વરસાવી રહી છે, બીજી તરફ કોરોના રસીનાં અભાવ માટે વિપક્ષ મોદી સરકારની સતત ટીકા કરી રહ્યુ છે. હવે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમે કોરોના રસીને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

રાજકારણ / ભાજપ MLA ને જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર, ઇન્જેક્શનની ખરીદી જેવા અલગ-અલગ મુદ્દે માંગ્યો ખુલાસો

તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકાર ભાષણબાજી દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોરોના રસીનાં ઉત્પાદન અને સપ્લાયમાં ધાંધલી થઇ છે. ચિદમ્બરમે કહ્યું કે, અમે શરૂઆતથી કહીએ છીએ કે પારદર્શિતા હોવી જોઈએ અને સાર્વત્રિક રસીકરણની વાત કરવી જોઈએ, પરંતુ તમે જ વિચારો કે દેશમાં 138 કરોડની વસ્તીમાં માત્ર બે રસી છે, તમે લોકો મને કહો કે આ પૂરતું છે ખરા? જણાવી દઇએ કે, વધતા જતા કોરોના સંકટ વચ્ચે દેશનાં ઘણા રાજ્યો તરફથી એવી ફરિયાદો આવી રહી છે કે તેઓએ રસીનો સ્ટોક લગભગ ખતમ થઇ ગયો છે. આ માટે લોકો કેન્દ્ર સરકાર તરફ આંગળી ચીંધી રહ્યા છે, જ્યારે આ આરોપો અને પ્રશ્નો વચ્ચે ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યો કોરોના રસી ઉપર રાજકારણ કરી રહ્યા છે. ઘણા મહિનાઓ સુધી તેમણે ત્યાંના લોકોને રસી આપી ન હોતી. દેશમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રસી આપવામાં આવી છે, કેન્દ્ર સરકાર કોના દિશાનિર્દેશોનું પાલન કરી રહી છે અને પ્રથમ રસી ફક્ત તે જ લોકોને આપવામાં આવી રહી છે જેને વધુ જરૂરી છે.

ગુજરાત: અમદાવાદમાં IIM માં કોરોના ફેલાયો, વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાની ઝપટમાં

આપને જણાવી દઈએ કે, આ વર્ષનાં ઓક્ટોબર સુધીમાં ભારતમાં વધુ 5 કોરોના રસી હશે. જણાવી દઇએ કે આ સમયે ભારતમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી આપવામાં આવી રહી છે. ANI નાં જણાવ્યા અનુસાર, રશિયન રસી ‘સ્પુટનિક’ નો ઉપયોગ પણ આગામી 10 દિવસમાં મંજૂર થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ‘સ્પુટનિક’ ઉપરાંત, 5 અન્ય રસી વિશે વાત કરવામાં આવી રહી છે જેમાં જોનસન એન્ડ જોનસન વેક્સીન, નોવાવૈક્સ વેક્સિન, ઝાયડસ કેડિલા વેક્સિન, અને ભારત બાયોટેકની ઇન્ટ્રાનૈઝલ વૈક્સિન શામેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ