Ahmedabad/ અમદાવાદમાં નાઈટ મેરેથોનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, હજારો લોકો જોડાયા

ડ્રગ્સ સામે પોલીસની ઝુંબેશમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે હજારો લોકોએ નાઇટ મેરેથોનમાં ભાગ લીધો હતો. પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હજારો લોકો સુભાષ બ્રિજ તરફ

Ahmedabad Top Stories
Night Marathon in Ahmedabad

રિપોર્ટર: રવિ ભાવસાર (અમદાવાદ)

ડ્રગ્સ સામે પોલીસની ઝુંબેશમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે હજારો લોકોએ નાઇટ મેરેથોનમાં ભાગ લીધો હતો. પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હજારો લોકો સુભાષ બ્રિજ તરફ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે એકઠા થયા હતા. ભલે રન અલગ-અલગ અંતર માટે હતા, પરંતુ દરેકનો હેતુ અમદાવાદને ડ્રગ ફ્રી બનાવવાનો હતો. પોલીસ હોસ્પિટલનું નિર્માણ કરીને અમદાવાદના યુવાનોને સ્વસ્થ અને સ્વચ્છ જીવન આપવાના પ્રયાસમાં આ એક નવું પગલું હતું. જોકે, 21 કિમીના ફ્લેગ ઓફની 45 મિનિટ બાદ 10 કિમી માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

અમદાવાદીઓને સ્વસ્થ અમદાવાદ માટે નવું સાહસ આપવા માટે આજે અમદાવાદમાં થ્રિલ એડિક્ટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. અલગ-અલગ જગ્યાએથી દોડવીરો પોતાના ઉત્સાહથી સમગ્ર વાતાવરણમાં ઉર્જા ફેલાવે છે.

આ પણ વાંચો: Relationship Tips/તો આ કારણો થી પુરુષો ને પોતાની પત્ની કરતા ગર્લફ્રેન્ડ નો સાથ વધારે ગમે છે