વાતાવરણમાં પલટો/ રાજ્યમાં ઠંડી વધતા તાપમાનનો પારો ગગડ્યો, નલિયામાં નોંધાઇ સૌથી વધુ ઠંડી

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી શિયાળાની શરૂઆત સાથે ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં માવઠાની શક્યતાઓ છે. વળી એવુ પણ કહેવાય છે કે, ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડી શકે છે.

Top Stories Gujarat Others
રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો
  • અમદાવાદમાં ઠંડી વધતા તાપમાનનો પારો 18 ડીગ્રી પર પહોંચ્યો
  • નલિયામાં સૌથી વધારે ઠંડી,10 ડીગ્રી તાપમાન નોંધાયું
  • હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં માવઠાની શકયતા
  • ઠંડી વધતા અમદાવાદીઓ શિયાળુ વસ્ત્રોમાં જોવા મળ્યા
  • શિયાળામાં કમોસમી વરસાદથી ઠંડીમાં થશે વધારો
  • શિયાળાની વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ
  • વહેલી સવારે ધુમ્મસ ના કારણે વાહનચાલકોને હાલાકી
  • તંદુરસ્તી માટે લોકો ગાર્ડનમાં યોગા અને કસરત કરતા નજરે પડ્યા
  • કસરતની સાથે સાથે વેજીટેબલ અને ફ્રૂટ જ્યુસનું વેચાણ પણ વધ્યું

દિવાળી બાદથી જ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. આજે વહેલી સવારનાં દ્રશ્યોની વાત કરીએ તો રાજ્યનાં ઘણા વિસ્તારોમાં અને ખાસ કરીને અમદાવાદમાં ચારબાજુ સફેદ ઘુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અહી ઘણા લોકો તાપણા કરતા, તેમજ ગરમ વસ્ત્રોનો સહારો મેળવી ઠંડીથી રક્ષણ મેળવતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો

આ પણ વાંચો – ધરતીકંપ /  બનાસકાંઠામાં 4.1ની તીવ્રતાનોભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી શિયાળાની શરૂઆત સાથે ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં માવઠાની શક્યતાઓ છે. વળી એવુ પણ કહેવાય છે કે, ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડી શકે છે. હવે મોડી રાતથી ઠંડીમાં વધારો અનુભવી શકાય છે. અમદાવાદમાં ઠંડી વધતા તાપમાનનો પારો 18 ડિગ્રી પર પહોંચ્યો હતો, જ્યારે રાજ્યનું સૌથી ઠંડુ ગણાતું સ્થળ નલિયાામાં સૌથી વધારેઠંડી પડી રહી છે. અહી તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં માવઠુ પડવાની શક્યતા છે. જો કમોસમી વરસાદ પડે છે તો ઠંડીમાં હજુ વધારો થશે. આજે સવારથી અમદાવાદમાં ઠંડી વધતા લોકો શિયાળુ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. તાપમાનનો પારો નીચે ગગડતા ઘણા લોકો સવારમાં તાપણા કરતા પણ જોવા મળ્યા હતા. સવારે રાજ્યનાં વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગઇ હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો

આ પણ વાંચો – મોટા સમાચાર / વિશ્વને કોરોના મહામારી આપનાર ચીન આજે અમેરિકાને પછાડી વિશ્વનો સૌથી ધનિક દેશ બન્યો

તાપમાનનો પારો ગગડ્યો હોવા છતા રોજિંદા કસરત કરતા કે યોગા કરતા લોકો નજરે પડ્યા છે. વળી આ ફૂંલ ગુલાબી ઠંડીમાં ઘણા લોકો કસરતની સાથે સાથે વેજીટેબલ અને ફ્રૂટ જ્યુસ પીતા જોવા મળ્યા હતા. વળી જો રાજ્યનાં પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી પણ વહેલી સવારનાં રોજ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અહી પણ ગાઢ ધુમ્મસનાં કારણે વહેલી સવારે નીકળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે..