Not Set/ શાહીન બાગનાં લોકો હજુ કેમ મરી નથી રહ્યા, શું તેમણે અમૃત પીધુ છે : દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીનાં વડા દિલીપ ઘોષ તેમના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હીનાં શાહીન બાગમાં નાગરિકતા સુધારો કાયદા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર નિશાનો સાધતા ઘોષે કહ્યું હતું કે, “મને એ જાણીને આશ્ચર્ય થાય છે કે બે-ત્રણ કલાક કતારમાં રહીને લોકો નોટબંધીનાં સમયે મરી રહ્યા હતા.” પરંતુ હવે મહિલાઓ, બાળકો […]

Top Stories India
Dilip Ghose શાહીન બાગનાં લોકો હજુ કેમ મરી નથી રહ્યા, શું તેમણે અમૃત પીધુ છે : દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીનાં વડા દિલીપ ઘોષ તેમના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હીનાં શાહીન બાગમાં નાગરિકતા સુધારો કાયદા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર નિશાનો સાધતા ઘોષે કહ્યું હતું કે, “મને એ જાણીને આશ્ચર્ય થાય છે કે બે-ત્રણ કલાક કતારમાં રહીને લોકો નોટબંધીનાં સમયે મરી રહ્યા હતા.” પરંતુ હવે મહિલાઓ, બાળકો 4-5 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં ધરણામાં બેઠા છે, પરંતુ કોઈ મરી રહ્યું નથી, આ લોકોએ શું અમૃત પીધું છે. મને આશ્ચર્ય છે કે તેઓ આ શો માટે શું મેળવી રહ્યા છે.

શાહીન બાગનાં પ્રદર્શન પાછળનાં ઉદ્દેશ પર સવાલો ઉઠાવતા દિલીપ ઘોષે કહ્યું કે, આ એકદમ રસપ્રદ છે. લોકો શાહીન બાગને લઈને ખૂબ ઉત્સાહિત છે, કારણ કે અહીં મહિલાઓ અને બાળકો રાત-દિવસ પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે તેમને દરરોજ 500 રૂપિયા મળી રહ્યા છે. તેવુ બની શકે છે અને તેવુ ન પણ હોય. પરંતુ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની સત્યતા દરેકની સામે આવી ગઇ છે. શાહીન બાગનું સત્ય પણ બહાર આવશે, અમે ખાતરી કરીશું કે અહીંનું સત્ય પણ બહાર આવે છે.

આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ પોલીસે આરોપ લગાવ્યો છે કે પીએફઆઈ જે દિલ્હીનું એક સંગઠન છે અને મુખ્યત્વે કેરળ અને કર્ણાટકમાં કાર્યરત છે. જે દિલ્હીમાં થયેલી હિંસા પાછળ જવાબદાર છે. આપને જણાવી દઇએ કે, શાહીન બાગમાં ચાલી રહેલુ પ્રદર્શન નાગરિકતા સુધારો અધિનિયમ સામે વિરોધનો એક મહત્વપૂર્ણ ચહેરો બની ગયુ છે. આ પ્રદર્શનને કારણે દેશનાં અન્ય ભાગોમાં પણ લોકોએ તેની તર્જ પર દેખાવો શરૂ કર્યા છે. કોલકાતા, મુંબઇ, લખનઉ, પ્રયાગરાજમાં લોકો આ કાયદાનો વિરોધ હવે સતત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.