Appeal/ સિદ્ધપુરમાં તર્પણ કરવા આવતા શ્રદ્ધાળુઓને કલેકટરે કરવી પડી આવી અપીલ.

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે પૌરાણિક માતૃતિર્થ બિંદુ સરોવર અને સરસ્વતી નદી મધુપાવડીયા ઘાટ ખાતે સમગ્ર રાજ્યમાંથી તર્પણ વિધિ માટે આવતા લોકો કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરે

Gujarat Others Breaking News
WhatsApp Image 2020 11 24 at 9.21.14 AM સિદ્ધપુરમાં તર્પણ કરવા આવતા શ્રદ્ધાળુઓને કલેકટરે કરવી પડી આવી અપીલ.

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે પૌરાણિક માતૃતિર્થ બિંદુ સરોવર અને સરસ્વતી નદી મધુપાવડીયા ઘાટ ખાતે સમગ્ર રાજ્યમાંથી તર્પણ વિધિ માટે આવતા લોકો કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરે અને કોરોના સંક્રમણ વધે નહીં તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચત કરવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત કરી જરૂરી સૂચના આપી હતી.

કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી સરસ્વતી નદીના કાંઠે તર્પણ વિધિનું ખુબ મહત્વ રહેલું છે. જેના કારણે આ સમયગાળા દરમિયાન સિદ્ધપુરના બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે રાજ્યભરમાંથી હજારો લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે. તર્પણ વિધિ માટે આવતા લોકો તથા પંડિતોને કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે તર્પણ વિધિ માટે પરિવારના 3થી 5 લોકો જ આવે તથા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયસ્કો અને 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને ન લાવવામાં આવે. આ સાથે જ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવે અને સામાજીક અંતર જાળવવામાં આવે તે જરૂરી છે.

તર્પણ વિધી માટે આવતા કોઈપણ વાહનમાં 75 ટકાથી વધુ લોકો બેસી શકશે નહીં. જેનો ભંગ કરનારા ચાલક તથા વ્યક્તિઓ સામે દંડની તથા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે વહિવટી તંત્ર દ્વારા મેળા માટે કોઈ પરવાનગી ન આપી હોવાથી ચા-નાસ્તો કે જમવા માટે પ્રવેશ કરનારા લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

@પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ – પાટણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….