મુવી મસાલા/ કોરોનાના લીધે ડેઇલી વેજ વર્કર્સની હાલત કફોડી બનશે..?

મનોરંજન ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ફરી એકવાર આવકની મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે

Entertainment
movie કોરોનાના લીધે ડેઇલી વેજ વર્કર્સની હાલત કફોડી બનશે..?

કોરોના વાઇરસનોનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે. તેમાંથી બોલીવુડ અને ટેલીવિઝન પણ બાકાત નથી. જો કે સમસ્યા એ છે કે આ ક્ષેત્રમાં રોજીંદા કામ કરીને આવક કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

મહારાષ્ટ્રમાં જે પ્રમાણે કોરોનાવેવ ચાલી રહ્યો છે, તેના કારણે શુક્રવારે રાત્રીથી લઇને સોમવાર સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ મોટી ફિલ્મોના શુટિંગ પણ રદ થઇ રહ્યા છે. ટેલીવિઝનમાં પણ મુખ્ય કલાકારોને કોરોના થતા એપીસોડના શુટીંગ કેવી રીતે કરવા તેવા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આવી પરિસ્થિતીમાં મુખ્ય કલાકારો અને સાઇડ કલાકારોને બાદ કરતા આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ફરી એકવાર આવકની મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે.

ફર્ક એટલો જ છે કે આપણે ડાયરેક્ટર અને કલાકારોના વખાણ કરતા રહીએ છીએ અને પરદા પાછળના કલાકારોને ઓળખતા પણ નથી.

ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન બોલીવુડ અને ટેલિવિઝન ક્ષેત્રમાં રોજીંદા કાર્ય કરતા લોકોની જવાબદારી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ લીધી હતી. હવે આ વર્ષે પરિસ્થિતી કેવી રહેશે તે કહેવુ મુશ્કેલ છે. કારણ કે બોલીવુડના સ્ટાર કલાકારો કોરોનાગ્રસ્ત છે અને દેશભરમાં કોરોનાએ પણ માઝા મુકી છે. આ વેવ ક્યારે અટકશે તે કહેવુ મુશ્કેલ છે. તેવા સમયમાં રોજીંદા કાર્ય કરતા લોકો બેરોજગાર બની જશે અથવા ગયા છે.

મુખ્ય કલાકારો અને સાઇડ કલાકારોને બાદ કરતા આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ફરી એકવાર આવકની મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે.

કોઇ પણ ફિલ્મ કે ટેલિવિઝન પર રજૂ કરવામાં આવતા એપિસોડ બનાવવા પાછળ જેટલી મહેનત તેના ડાયરેક્ટર કે કલાકારની હોય છે. એટલી જ મહેનત સેટ પર કામ કરનારા સ્પોટબોય, મેકઅપ આર્ટિસ્ટ, લાઇટમેન અને પ્રોડક્શન સાથે જોડાયેલા ઘણા બધા જુનિયર આર્ટિસ્ટની હોય છે. ફર્ક એટલો જ છે કે આપણે ડાયરેક્ટર અને કલાકારોના વખાણ કરતા રહીએ છીએ અને પરદા પાછળના કલાકારોને ઓળખતા પણ નથી. ખેર આપણે વાત ઓળખાણની નહીં પરંતુ તેમની સમસ્યાની કરવાની છે.

એન્ટરટેન્ટમેન્ટ ક્ષેત્રમાં મદદ કરનારા કલાકારોની કમી નથી. છતા લાત વિચારવા જેવી તો ખરી જ

જે પ્રમાણે કોરોનાએ કહેર શરૃ કર્યો છે તે જોતા સરકાર ક્યારે સમગ્ર શુટીંગ પર રોક લગાવે તે નક્કી નથી. અને સરકાર તો પછી રોક લગાવશે, હાલમાં પણ મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઇનની પરિસ્તિથી તો કોઇ અજાણ નથી. હવે આવા સમયે પરદા પાછળ રહીને જે કામ કરે છે તે લોકોના કામ તો બંધ જ થઇ જશે. હા એ વાત છે કે એન્ટરટેન્ટમેન્ટ ક્ષેત્રમાં મદદ કરનારા કલાકારોની કમી નથી. છતા લાત વિચારવા જેવી તો ખરી જ. કલાકારો તો થીક પરંતુ રોજીંદા કાર્ય કરતા લોકોને આ કોરોનાનોકાળ ગમે ત્યારે નિગળી શકે છે.