Vande Bharat Train/ દેશને મળી 8મી વંદે ભારત ટ્રેનની ભેટ,PM મોદીએ લીલી ઝંડી બતાવી,સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મકર સંક્રાંતિના અવસર પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયો હતો

Top Stories India
Vande Bharat Train

PM Modi Inaugurate Vande Bharat Train  :   વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મકર સંક્રાંતિના અવસર પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયો હતો. વંદે ભારત એક્સપ્રેસ સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે. આ સાથે દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. હાસ વંદે ભારત એકસપ્રેસ  દેશના અનેક રાજ્યોમાં કાર્યરત કરવામાં આવી રહી છે.

આ દરમિયાન પીએમ મોદીએ  (PM Modi Inaugurate Vande Bharat Train) દેશવાસીઓને મકરસંક્રાંતિ અને પોંગલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણા-આંધ્ર વચ્ચેના વિરાસતને જોડવાનું કામ કરશે. તે આપણી શ્રદ્ધાને જોડવાનું પણ કામ કરે છે. આસ્થા અને પર્યટન સાથે જોડાયેલા સ્થળો ટ્રેનના રૂટ પર આવે છે, તેથી ભારત ધાર્મિક રીતે પણ મજબૂત થશે. પીએમએ કહ્યું કે આ ટ્રેન નવા ભારતના સંકલ્પોનું પ્રતિક છે.

આ કાર્યક્રમમાં  (PM Modi Inaugurate Vande Bharat Train) રેલવે  મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના ગવર્નર ટી સુંદરરાજન સિકંદરાબાદ સ્ટેશન પર હાજર હતા. રેલ્વેએ જણાવ્યું હતું કે તેની પાસે 14 એસી ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કોચ સાથે 1,128 મુસાફરોની બેઠક ક્ષમતા છે.

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે અને બપોરે 2.15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદ બપોરે 3 વાગ્યે ઉપડશે અને 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે.

રાજનીતિથી ઉપર રેલ્વે અને દેશનો વિકાસ

પીએમ મોદીએ આ ટ્રેન વિશે કહ્યું હતું કે દેશના એન્જિનિયર્સ, ડિઝાઇનર્સ, ટેકનિશિયનોએ તેને બનાવી છે. આ ટ્રેનમાં અવાજનું પ્રમાણ વિમાન કરતા 100 ગણું ઓછું છે, તે એન્જિનિયરો માટે ગર્વની વાત છે. રેલવે અને દેશનો વિકાસ રાજકારણથી ઉપર છે. જ્યાં પણ કેન્દ્રની જરૂર પડશે ત્યાં કેન્દ્ર ભંડોળ આપશે.

Miss Universe 2022 Winner/USAની ગેબ્રિયલે જીત્યો મિસ યુનિવર્સનો ખિતાબ,ભારતની હરનાઝ સંધુએ પહેરાવ્યો