મદદ/ તાલિબાનોને મદદ કરવા માટે આ દેશએ કરી પહેલ

તાલિબાનોની મદદ કરવા કતારનું એક વિમાન બુધવારે કાબુલ એરપોર્ટ પર ઉતર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં એક ટેકનિકલ ટીમ હતી

World
KATAAR તાલિબાનોને મદદ કરવા માટે આ દેશએ કરી પહેલ

તાલિબાનોની મદદ કરવા કતારનું એક વિમાન બુધવારે કાબુલ એરપોર્ટ પર ઉતર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં એક ટેકનિકલ ટીમ હતી. આ ટીમ એરપોર્ટ પર વિમાનની કામગીરી ફરી શરૂ કરવા સંબંધિત કામ અંગે ચર્ચા કરશે. કારણ કે અત્યાર સુધી તેના પર અમેરિકાનો કબજો હતો પરંતુ હવે તે તાલિબાન દ્વારા ચલાવવામાં આવશે. એક સૂત્રને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. હાલમાં આ ટીમ એરપોર્ટને શરૂ કરવા અને વ્યવસ્થાની ગોઠવણી કરવામાં મદ

ઉલ્લેખનીય છે કે  અમેરિકા રાષ્ટ્રપતિ જો બિડેને લગભગ 20 વર્ષના યુદ્ધ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાનો મજબૂત બચાવ કર્યો હતો અને  અમેરિકા માટે “શ્રેષ્ઠ અને યોગ્ય” નિર્ણય ગણાવ્યો છે

બિડેને મંગળવારે વ્હાઈટ હાઉસ તરફથી રાષ્ટ્રને આપેલા સંબોધનમાં કહ્યું હતું કે અમેરિકન લોકોના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત માં ન હોય તેવું યુદ્ધ કરવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું, ‘મારા હૃદયથી, હું માનું છું કે આ અમેરિકા માટે યોગ્ય, સમજદાર અને શ્રેષ્ઠ નિર્ણય છે.’

અમેરિકી સૈનિકોને લઈ જતું છેલ્લું C-17 કાર્ગો વિમાન મંગળવારે વહેલી સવારે કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઉપડ્યું, જેનાથી અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સૈન્ય ઓપરેશન સમાપ્ત થયું. અમેરિકાએ તાલિબાનને 9/11 હુમલા બાદ અફઘાનિસ્તાનમાંથી હટાવી દીધા હતા  પરંતુ હવે તાલિબાન દેશ પર શાસન કરી રહ્યા છે.

મહત્વની બેઠક / વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનની સ્થિતિ મામલે કરી રહ્યા છે મહત્વની બેઠક,ગૃહ મંત્રી પણ હાજર

Bollywood / ડ્રગ્સ કેસમાં બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની એનસીબીએ કરી 14 દિવસની ન્યાયિક કસ્ટડી..જાણો વિગતો

ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ

હેલ્થ અપડેટ / સાયરા બાનોને શ્વાસ લેવામાં તકલીફ થતાં 3 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ

તાલિબાનોનો ભય / ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા