શરમજનક/ લો બોલો, ક્રિકેટ મેદાનમાં જ સિગરેટ પીવા લાગ્યો આ ક્રિકેટર

ક્રિકેટને એક જેન્ટલમેન રમત કહેવામાં આવે છે. પરંતુ આજે આ જેન્ટલમેન રમતને અવાર-નવાર કલંક લાગી રહ્યો છે. જી હા, તાજેતરમાં જ એક એવી ઘટના બની છે જે સાંભળી તમે પણ ચોંકી જશો કે આવુ કોઇ ક્રિકેટર મેદાનમાં કેવી રીતે કરી શકે. 

Sports
11 53 લો બોલો, ક્રિકેટ મેદાનમાં જ સિગરેટ પીવા લાગ્યો આ ક્રિકેટર

ક્રિકેટને એક જેન્ટલમેન રમત કહેવામાં આવે છે. પરંતુ આજે આ જેન્ટલમેન રમતને અવાર-નવાર કલંક લાગી રહ્યો છે. જી હા, તાજેતરમાં જ એક એવી ઘટના બની છે જે સાંભળી તમે પણ ચોંકી જશો કે આવુ કોઇ ક્રિકેટર મેદાનમાં કેવી રીતે કરી શકે.

આ પણ વાંચો – Cricket / ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં All is not Well, મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સ બાદ હવે ટીમનાં હેડ કોચે આપ્યું રાજીનામું

આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાન ટીમનાં વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ શહઝાદ હંમેશા વિવાદોમાં રહે છે, તે પોતાની રમત કરતાં વધુ વસ્તુઓને લઈને હેડલાઈન્સમાં રહે છે. વળી, તેની રમવાની રીત પણ અલગ છે, જ્યારે શહઝાદનું વજન પણ તેને ક્રિકેટ જગતનાં મોટા ખેલાડીઓમાં સામેલ કરે છે. પરંતુ આ વખતે આ વિકેટકીપર-બેટ્સમેને કંઈક એવું કર્યું છે જેનાથી ઘણો વિવાદ થયો છે અને તે ખૂબ જ શરમજનક ઘટના પણ છે. ઘણા પ્રસંગો પર, ક્રિકેટ ખેલાડીઓએ તેમની હરકતોથી રમતને શરમજનક બનાવી છે, જે કેમેરામાં પણ કેદ થઈ છે. આ સાથે જ તે કૃત્યનો વીડિયો કે તસવીર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ છે, જેના કારણે બાદમાં ક્રિકેટરને નુકસાન થયું છે. આવું જ કંઈક બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમિયાન અફઘાનિસ્તાન ટીમનાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદે કર્યું છે અને હવે દરેક જગ્યાએ તેની વિરુદ્ધ ચર્ચાઓ થઈ રહી છે. મોહમ્મદ શહજાદ શુક્રવારનાં રોજ BPL ની એક મેચ પહેલા મેદાનમાં સિગરેટ પીતો જોવા મળ્યો હતો, શહજાદનાં આ વર્તન બાદ તેના શિસ્તનાં રેકોર્ડમાંથી એક ડિમેરિટ પોઈન્ટ પણ કપાઈ ગયો છે. એક તસવીરમાં મોહમ્મદ શહઝાદ મિનિસ્ટર ઢાકા અને કોમિલા વિક્ટોરિયન્સ સામેની મેચ પહેલા મેદાનમાં સિગરેટ પીતો જોવા મળે છે.

આ પણ વાંચો – IPL Mega Auction 2022 / ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે

સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતાં જ ક્રિકેટ ચાહકોએ શહજાદની આકરી ટીકા કરી હતી. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં શુક્રવારે બે મેચો રમાવાની હતી, પરંતુ વરસાદનાં કારણે બંને મેચો રદ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનનાં વિકેટ-કીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદ વરસાદને કારણે મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અફઘાનિસ્તાનનાં તેના સાથી ખેલાડીઓ સાથે ઊભો હતો. આ દરમિયાન શહઝાદે મેદાનમાં સિગારેટ પીવાનું શરૂ કર્યું. જે બાદ મિનિસ્ટર ઢાકાનાં કોચ મિનાઝુર રહેમાને ચેતવણી આપી અને ઓપનર બેટ્સમેન તમીમ ઈકબાલ તેને પોતાની સાથે ડ્રેસિંગ રૂમમાં લઈ ગયો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક અખબારી યાદીમાં કહ્યું કે, મોહમ્મદ શહઝાદે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરીનાં નિર્ણયને પણ સ્વીકાર્યો છે તે પછી સત્તાવાર સુનાવણીની જરૂર નથી.