Election Commision/ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ આજે થશે જાહેર

ચૂંટણી પંચ શનિવારે બપોરે 3.30 વાગ્યે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણીની જાહેરાત થયા બાદ માહિતી મળશે કે કયા રાજ્યમાં કેટલા તબક્કામાં અને કઇ તારીખે મતદાન થવાનું છે.

Top Stories India
વિધાનસભા ચૂંટણી તારીખ
  • 5 રાજ્યોની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર
  • કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
  • આજે બપોરે 3.30 કલાકે કરશે પ્રેસ કોન્ફરન્સ
  • 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર
  • ઉત્તરપ્રદેશ, પંજાબ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડ

ચૂંટણી પંચ શનિવારે બપોરે 3.30 વાગ્યે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણીની જાહેરાત થયા બાદ માહિતી મળશે કે કયા રાજ્યમાં કેટલા તબક્કામાં અને કઇ તારીખે મતદાન થવાનું છે. આ સાથે, નોંધણીની તારીખો, ચકાસણી, પરિણામ વગેરેની માહિતી પણ ઉપલબ્ધ થશે. આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / હાઇકોર્ટમાં 45 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, HC સહિત રાજ્યની તમામ કોર્ટ ઓનલાઈન કાર્યવાહી કરશે

આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખોને લઈને ચૂંટણી પંચનું મંથન ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા સત્રો આ વર્ષે પૂર્ણ થઈ રહ્યાં છે, જેના માટે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની બાકી છે. સૂત્રોનું માનીએ તો ચૂંટણી પંચ આ રાજ્યોમાં 10 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર યુપીમાં 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. જણાવી દઈએ કે, કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જતા કેસોની વચ્ચે ચૂંટણી પંચે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો કરી છે અને તમામ ચૂંટણી રાજ્યોમાં કોવિડ-19 ની સ્થિતિની સમીક્ષા પણ કરી છે. આવી સ્થિતિમાં, આશા છે કે કેટલાક નવા નિયમોની જાહેરાત પણ થઈ શકે છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં આગામી દિવસમાં કાતિલ ઠંડીની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે વધશે ઠંડી

ચૂંટણી પંચે અત્યાર સુધી દરેક રાજ્યમાં જઈને ત્યાંના મુખ્ય રાજકીય પક્ષો અને અન્ય પક્ષોની સલાહ લીધી છે. હાલમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષો સમયસર ચૂંટણી યોજવાની તરફેણમાં છે. ચૂંટણી પંચની સૌથી મોટી ચિંતા એ છે કે કોરોના સંક્રમણને અટકાવીને ચૂંટણી કેવી રીતે કરાવવી. લખનઉમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે મતદાનનો સમય વધારવામાં આવશે જેથી મતદારોની ભીડ ટાળી શકાય. આ વખતે સવારે 8 થી 6 વાગ્યા સુધી મતદાન થશે.