અણમોલ રત્ન/ સામાન્ય ખેડૂત પરિવારની દીકરીનો અમેરિકામાં ડંકો, જાણો કોણ છે પ્રિયંકા ખેર…

ગુજરાતનો ભાલ પંથક આમ તો પોતાના ઘઉં માટે જાણીતો છે પરંતુ હવે આ પંથક પ્રિયંકા ખેરના નામથી જાણીતો છે. ભાલ પંથકમાં જન્મેલી પ્રિયંકા ખેર તેના સૂરીલા અવાજથી આજે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે.

Gujarat Others Trending
પ્રિયંકા ખેર

ગુજરાતનો ભાલ પંથક આમ તો પોતાના ઘઉં માટે જાણીતો છે પરંતુ હવે આ પંથક પ્રિયંકા ખેરના નામથી જાણીતો છે. ભાલ પંથકમાં જન્મેલી પ્રિયંકા ખેર તેના સૂરીલા અવાજથી આજે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. ભાલ વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારમાં પ્રિયંકાનો જન્મ થયો. તેના માતા પિતાને પાંચ સંતાનો છે. પ્રિયંકાના માથે સરસ્વતિના ચાર હાથ હોય તેવું લાગે છે. બાળપણથી જ તેના ગળામાં સરસ્વતિએ એવો વાસ કર્યો કે આગળ જતાં તેણે ન માત્ર ભાલ, બલ્કે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યુ.

a 54 2 સામાન્ય ખેડૂત પરિવારની દીકરીનો અમેરિકામાં ડંકો, જાણો કોણ છે પ્રિયંકા ખેર...

માત્ર છ જ વર્ષની ઉંમરે 300 લોકોની હાજરીમાં પહેલી વખતે તેણે જ્યારે ગીત ગાયું ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આગળ જતાં આ છોકરી સૂરોની મલ્લિકા બનશે.જો કે તેની આ સફર આસાન ન હતી.પૈસાના અભાવે બાળપણમાં તો તે ગીત-સંગીતની કોઈ પણ પ્રકારની તાલિમ ન લઈ શકી.પણ તેના નસીબના તાળાંની ચાવી તેને મળી અમદાવાદમાં, કે જ્યાં તેણે ગાયેલા ગીતોને અભૂતપૂર્વ સફળતા મળી.”સાયબો મારો” નામનું તેનું ગીત એટલું તો સફળ નીવડ્યું કે ગુજરાતના દરેક વ્યક્તિની જીભે તેનું નામ આવી ગયું.તે ન માત્ર ગાયક છે, બલ્કે તે ગીતો લખે પણ છે અને ડિજિટલ કન્ટેન્ટ પ્રોડ્યૂસ પણ કરે છે.

a 54 સામાન્ય ખેડૂત પરિવારની દીકરીનો અમેરિકામાં ડંકો, જાણો કોણ છે પ્રિયંકા ખેર...

અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ગુજરાતની આ લાડલી ધૂમ મચાવે છે.પોતાના બેંડ સાથે અમેરિકામાં અનેક હિટ શો કરી ચૂકેલી આ છોકરી એટલે આપણી પ્રિયંકા ખેર.ધીંગી ગુર્જરી ધરાના ભાલ પંથકનું અણમોલ રત્ન એવી પ્રિયંકા ખેર હવે કોઈ વિશેષણની મહોતાજ નથી.

આ પણ વાંચો:હાર્દિક પટેલ માટે બંધ થઈ રહ્યા છે કોંગ્રેસના દરવાજા, પાટીદાર નેતાઓ આ પાર્ટીમાં જોડાશે

આ પણ વાંચો:રાજ્યમાં AAPના લીધે ભાજપે બનાવી આ રણનીતિ,જાણો વિગત

આ પણ વાંચો: SG હાઇવે પર ડમ્પરની ટક્કરે એકટીવા ચાલક વિદ્યાર્થીનીનું મોત