બેદરકારી/ કોલ્ડ સ્ટોરેજમાં ડેડબોડી સડવા લાગી, પ્રસાશને તસ્દી પણ ના લીધી

જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી

Gujarat
unnamed કોલ્ડ સ્ટોરેજમાં ડેડબોડી સડવા લાગી, પ્રસાશને તસ્દી પણ ના લીધી

@સચિન પીઠવા, સુરેન્દ્રનગર , મંતવ્ય ન્યુઝ.

ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં, કોલ્ડ સ્ટોરેજમાં ત્રણ દિવસથી બંધ ડેડબોડીમાં જીવાત પડતાં વિવાદ સર્જાયો

જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી

 

 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં 3 દિવસથી બંધ બોડીમાં જીવાત પડવાથી વિવાદ સર્જાયો છે. આ બિનવારસી લાશની અંતિમવિધિ કરતા લોકો પણ બોડીની હાલત જોઇ સરકારી હોસ્પિટલ ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા છે. આ ઘટના પાછળ જવાબદાર સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

IMG 20210803 WA0011 કોલ્ડ સ્ટોરેજમાં ડેડબોડી સડવા લાગી, પ્રસાશને તસ્દી પણ ના લીધી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં 3 દિવસથી બંધ બોડીમાં જીવાત પડવાથી વિવાદ સર્જાયો છે. ધ્રાંગધ્રામાં ડોક્ટર અને સુવિધા વગરની આ હોસ્પિટલ રીફર દવાખાના તરીકે પણ પ્રખ્યાત છે. એમાય ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની આ ઘટનાએ માનવતાની હદ વટાવી દીધી છે. જેમાં તંત્રની ઘોર બેદરકારીથી હોસ્પિટલની નિષ્ક્રિયતાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓ અસંવેદનશીલ હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રાની રાજ રાયસિંહજી સિવિલ હોસ્પિટલ બેદરકારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે કે, જ્યાં છેલ્લા 3 દિવસથી કોલ્ડ સ્ટોરેજ વગર બિનવારસી લાશ પડી રહેતા બોડીમાં જીવાતો લાગી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા છતાં બોડીને 4 દિવસ પડી કેમ રહેવા દીધી એ પ્રશ્નથી હોસ્પિટલના અધિકારીઓની ઊંઘ ઉડી જવા પામી છે.

આ બિનવારસી લાશનો ક્રિયાકર્મ કરતા લોકો પણ ડેડબોડીની હાલત જોઈ રોષે ભરાયા હતા અને સરકારી હોસ્પિટલના સત્તાધીશો સામે ફિટકાર પણ વરસાવ્યો હતો. ત્યારે આ ગંભીર મામલે ઉચ્ચ વહીવટીતંત્ર માત્ર તમાશો જોશે કે શિક્ષણાત્મક પગલાંઓ ભરશે એ જોવાનું રહ્યું.