Bangaluru/ ડિલીવરી બોયએ યુવતીને એકલી જોઈને કરી છેડતી

યુવતીનો પીછો કરીને હાથ પકડી લીધો

India
YouTube Thumbnail 17 1 ડિલીવરી બોયએ યુવતીને એકલી જોઈને કરી છેડતી

 

Bengaluru News : ડિલીવરી બોય પ્રત્યેનું નરમ વલણ દર્શાવવાનું એક યુવતીને ભારે પડયું હતું. યુવતીએ ઢોંસો ડિલીવરી કર્યા બાદ ડિલીવરી આપવા આવેલા શખ્સને પાણી પુછ્યું તો આ શખ્સે તેની ઈજ્જત પર હાથ નાંખવાનું શરૂ કરી દીધું. યુવતીએ ગમે તેમ કરીને પોતાની જાતને બચાવી લીધી અને આ અંગે પોલીસને જાણ કરી હતી.

બનાવની વિગત મુજ 30 વર્ષીય સોખ્ટવેર એન્જિનીયર યુવતીએ બેંગ્લોરની એક રેસ્ટોરન્ટમાંથી ઢોંસાનો ઓર્ડર કર્યો હતો. ડીલીવરી લઈને ઘરે આવેલા શક્સે યુવતીને એકલી જોઈને મોકાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પાણી આપવાનું કહેતા આ શખ્સ પાણી લેવા ગયેલી યુવતીની પાછળ પાછળ કિચન સુધી પહોંચી ગયો હતો અને શરમજનક હરકત કરવા લાગ્યો હતો.

એક મિડીયાના અહેવાલ મુજબ તહેરા પર માસ્ક અને દાઢી ધરાવતો શખ્સ પાણી પીને જતો રહ્યો હતો. બાદમાં તે પાછો આવ્યો હતો અને બાથરૂમ જવું છે કહેતા યુવતીએ તેને બાથરૂમનો દરવાજો બતાવ્યો હતો. બાથરૂમમાંથી બહાર આવીને તેણે ફરીથી થોડુ પાણી માંગ્યું હતું. યુવતીએ તેને દરવાજા પાસે રાહ જોવા કહ્યું હતું. જોકે તે કિચનમાં પાછલ પાછળ આવી ગયો હતો અને યુવતીનો હાથ પકડી લીધો હતો. યુવતીએ બુમો પાડીને આ શું કરી રહ્યો છે અને કિચનમાં કેમ આવ્યો એમ પુછ્યું હતું.

યુવતીના જણાવ્યા મુજબ આ શખ્સે તેનો હાથ પકડી રાખ્યો હતો તે સમયે તેણે બીજા હાથે ફ્રાઈંગ પેન ઉપાડીને તેને મારવાનું શરૂ કરતા તે ઘરમાંથી ભાગી ગયો હતો. તેણે લિફ્ટ સુધી તેનો પીછો કર્યો પણ તે સિડી ઉતરીને ભાગી ગયો હતો. આ બનાવ 17 માર્ચનાં રોજ સાઝે પોણા સાત વાગ્યે બન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…