Gujarat/ રાજ્યમાં ભૂમાફિયાઓ બન્યા બિંદાસ, ગેરકાયદેસર રેતી ચોરી બંધ કરાવવા ઉઠી માંગ

ખેડૂતોને મારી ભૂમાફિયા ખેતરમાંથી રેતી ભરી ગયા…

Gujarat Others
Untitled 10 રાજ્યમાં ભૂમાફિયાઓ બન્યા બિંદાસ, ગેરકાયદેસર રેતી ચોરી બંધ કરાવવા ઉઠી માંગ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાનાં શિયાણી ગામની ભોગાવા નદી અને નદી કિનારે આવેલા ખેતરોમાંથી માથાભારે ખનીજ માફિયા દ્વારા ખેડૂતોને ધાકધમકી આપી કે માર મારી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા હોવાની રાવ જગદીશભાઈ કણઝરીયાએ કરી છે. જગદીશભાઈ કણઝરીયાએ કલેક્ટર, એસ.પી, DYSP, ના.કલેક્ટર, મામલતદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે શિયાણી ગામે સર્વે નંબર-83 માં ખેતર ધરાવું છું.

ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. નદીમાં પૂર આવ્યું હતું જેના કારણે ખેતરમાં રેતી ભરાઈ ગઈ હતી. શિયાણી ગામનાં મયુર શિવાભાઈ બોરાણા, બાબા ઉર્ફે બુલ શિવાભાઈ બોરાણા સહિતનાં શખ્સો મારા ખેતરમાં ઘૂસીને ગેરકાયદેસર રીતે રેતી ભરવા લાગ્યા હતા. મને જાણ થતા ખેતરે દોડી ગયો. પરિવારજનોની રોજી રોટીનો એકમાત્ર વિકલ્પ ખેતરને ખોદવાની ના પાડી હતી. મયુર બોરાણા, બાબા ઉર્ફે બુલ બોરાણા સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ મારી ઉપર હિંસક હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા.5 જાન્યુઆરીએ જગદીશભાઈએ મયુર બોરાણા, બાબા બોરાણા અને અજાણ્યા 3 શખ્સો સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને 10 દિવસો વીતી જવા છતા પોલીસે ખનીજ માફિયા સામે કોઈ પગલા ભર્યાં નહોતા. ઊલટાનું લીંબડી PSI એમ.કે.ઈશરાણીએ મને પોલીસ મથકે બોલાવી ધમકાવ્યા હતા. તા.16 જાન્યુઆરીએ જગદીશભાઈએ લીંબડી મામલતદારને ભૂમાફિયા અને તેમને છાવરતા PSI સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી. મામલતદારે પણ આ અંગે કોઈ પગલા ભર્યાં નહોતા. ત્યારબાદ મયુર, બુલ સહિતનાં શખ્સો જગદીશભાઈની દુકાને અને ઘરે જઈ ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હતી. રેતી ચોરી બંધ કરાવવા માટે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી.

લીંબડી પીએસઆઈ એમ.કે.ઈશરાણીએ મને પોલીસ મથકે બોલાવ્યો હતો. PSIએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ફરિયાદમાં જે મુખ્ય આરોપીનાં નામો છે તે પાછા ખેંચી લેવા ધાક ધમકી આપી હતી. જો ભૂમાફિયાનાં નામ પાછા નહીં ખેંચે તો તકલીફ પડશે તેવી ધમકી આપી હતી.  મારા વિરુદ્ધ ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. એમ.કે.ઈશરાણી. PSI. લીંબડી શિયાણીના ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદ જ મેં દાખલ કરાવી છે. જેની તપાસ બીટ જમાદાર ચલાવી રહ્યા છે. હું ક્યારેય ફરિયાદીને મળ્યો નથી કે મેં તેમને પોલીસ મથકે બોલાવ્યા પણ નથી. મારી ઉપર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે. આ કામનાં આરોપીઓ ભાગતા ફરે છે. પોલીસ ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો તેજ કરી દેવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો