China/ ચીનમાં કોરોનાની ભયાવહ સ્થિતિ, આ શહેરોમાં કોરોના વિસ્ફોટ,જાણો વિગત

ચીનમાં ફેલાતા કોરોનાએ આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે, જો કે ચીનની સરકાર કોરોના સંક્રમણ સંબંધિત સાચા આંકડાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે,

Top Stories World
corona

corona: ચીનમાં ફેલાતા કોરોનાએ આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે, જો કે ચીનની સરકાર કોરોના સંક્રમણ સંબંધિત સાચા આંકડાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ભયાનક તસવીરોએ ચીનની વર્તમાન સ્થિતિ જણાવી છે.  ચીનની સરકારે શાંઘાઈની હોસ્પિટલોને આગામી મુશ્કેલ દિવસો માટે તૈયાર રહેવા કહ્યું છે.

કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી થોડા અઠવાડિયામાં શાંઘાઈમાં એક કરોડથી વધુ લોકો સંક્રમિત થશે. ચીનની રાજધાની બેઇજિંગ કોરોના વાયરસથી ખૂબ પ્રભાવિત છે, જ્યારે હવે કોવિડથી શાંઘાઈ ખરાબ રીતે પ્રભાવિત હોવાના સમાચાર સામે આવ્યા છે.

કોરોના પ્રતિબંધને કારણે લોકો પોતાની જ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના કારણે સરકારે આ મહિને ઝીરો કોરોના પોલિસીમાં રાહત આપી હતી, પરંતુ તે પછી હવે ચીનમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલોમાં પથારીઓ ઓછી પડવા લાગી છે અને શબઘરોમાં સ્થિતિ વિકટ છે. ચીનના બેઇજિંગ, ગુઆંગઝુ, શેનઝેન અને શાંઘાઈ જેવા શહેરોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ચીનમાં રોગચાળાના વધતા દબાણને જોતા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તે સિઝનલ ફ્લૂ જેવું છે અને ઓમિક્રોનનું નવું સ્વરૂપ બહુ ખતરનાક નથી. રોગચાળાના નિષ્ણાત ઝોંગ નાનશને તો ત્યાં સુધી કહ્યું કે ઓમિક્રોન વાયરસ સામાન્ય શરદી સિવાય બીજું કંઈ નથી, તેથી ગભરાશો નહીં. જ્યારે શૂન્ય-કોવિડ નીતિ હળવી કરવામાં આવી છે, ત્યારે હોસ્પિટલોમાં પથારીઓ ઓછી પડવા લાગી છે અને શબઘરોમાં સ્થિતિ ગંભીર છે. સત્તાવાર માહિતી અનુસાર ચીનમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસના કારણે કોઈનું મોત થયું નથી. સરકારી આંકડામાં 2019 થી મૃત્યુઆંક માત્ર 5,241 છે. શાંઘાઈની ડેઝી હોસ્પિટલે બુધવારે તેના સત્તાવાર WeChat એકાઉન્ટમાં જણાવ્યું હતું કે શહેરમાં હાલમાં 5.4 મિલિયનથી વધુ કોરોના સંક્રમિત છે, જેની સંખ્યા મહિનાના અંત સુધીમાં વધીને 12.5 મિલિયન થવાની ધારણા થઇ રહી  છે.

Corona Virus/વિદેશથી આવતા મુસાફરો માટે ગાઈડલાઈન, એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ટેસ્ટ કરાશે

BCCI Central contract/હાર્દિક પંડ્યા પંડયા C ગ્રેડમાંથી સીધા A ગ્રેડમાં સામેલ, એક વર્ષમાં ડિમોટ બાદ પ્રમોટ

Argentina/આર્જેન્ટિનાને FIFA વર્લ્ડકપ વિજયની ઉજવણી મોંઘી પડીઃ કોરોના બોમ્બ ફાટ્યો