Not Set/ મહારાષ્ટ્રના ડીજીપીનું ફેસબુક પર નકલી પ્રોફાઇલ બનાવનાર ઝડપાયો

આરોપીએ તાજેતરમાં એક વકીલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે, ફેસબુક પર પાંડે પહેલેથી જ તેના મિત્ર હોવાથી વકીલે પાંડેને આ અંગે જાણ કરી

Top Stories
ips મહારાષ્ટ્રના ડીજીપીનું ફેસબુક પર નકલી પ્રોફાઇલ બનાવનાર ઝડપાયો

હાલમાં સોશિયલ મીડિયા પર  ફેંક આઇડી બનાવીને લોકોને લૂંટવાનો કિમીયો ભેજાબાજો અપનાવી રહ્યા છે ત્યારે  પોલીસ મહાનિર્દેશક સંજય પાંડેની ફેક પ્રોફાઇલ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવા બદલ રાજ્યના સાયબર પોલીસે ઉત્તર પ્રદેશના 21 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે  હતીઆરોપીએ તાજેતરમાં એક વકીલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે, ફેસબુક પર પાંડે પહેલેથી જ તેના મિત્ર હોવાથી વકીલે પાંડેને આ અંગે જાણ કરી. ભારતીય દંડ સંહિતાની કલમ 66 સાથે કલમ 419 (વ્યક્તિત્વ દ્વારા છેતરપિંડી માટે સજા), 420 (છેતરપિંડી) અને 511 (આજીવન કે અન્ય કેદની સજાપાત્ર ગુનાઓ કરવાનો પ્રયાસ કરવા બદલ સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ફરિયાદીની ઓળખ અટલબિહારી દુબે તરીકે થઈ છે.

ડીજીપીના આ વકીલ મિત્રને 21 ફેબ્રુઆરીએ ફેસબુક પ્રોફાઇલ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી જેમાં ડીજીપા નામ અને તેનો ફોટો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ઉત્તર પ્રદેશના મહેફૂઝ અઝીમ ખાને નકલી પ્રોફાઇલ બનાવી છે.ખાનને ત્યાર બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને સોમવારે તે મુંબઈમાં મહારાષ્ટ્ર સાયબર ઓફિસ પહોંચ્યો બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.