ગુજરાત/ રાજ્યમાં મહેસુલ ક્ષેત્રે થયેલી ડિજિટલ ક્રાંતિ : જાણો શું થયા ફેરફાર અને તમે કેવી રીતે લેશો લાભ

નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ – પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા.

Top Stories Gujarat Others
રાજ્ય

i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ : વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકશે. નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ – પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરી. iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટાઇઝેશન કરાયું છે.

ડિઝિટલ ઇન્ડિયા મુહિમ છે. જેના થકી પેપરલેસ ગવર્નન્સ અને નાગરિકોને જરૂરી સેવાઓ – સરકારી યોજનાઓના લાભો ઘરે બેઠા ઉપલબ્ધ થયા છે. ગુજરાત પણ ડિઝિટલ સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર રહ્યુ છે. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે. એટલુ જ નહિ, iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યુ છે. તે ઉપરાંત નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ – પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરી દઇ સેવાઓ વધુ સરળ બનાવી દેવામાં આવી છે.

ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનીયા સ્કેન કરી વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. તેમજ હવે, અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં. – 6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

છેલ્લા છ માસમાં મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રજાલક્ષી ડિજિટલ રિફોર્મ્સ

મિલ્કત નોંધણી માટે વેબ એપ્લીકેશન ‘Garvi’ના માધ્યમથી સબ રજીસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજ નોંધણી બાદ અરજદારને ડિજીટલી સાઇન્ડ પ્રમાણિત નકલની ઉપલબ્ધિ.

નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ – પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા.

  • ઇન્ડેક્ષ-૨ અને બોજા પ્રમાણપત્ર ઓનલાઇન ઘરે બેઠા મેળવવાની સુવિધા
  • નોંધણી કરીને ૧ દિવસમાં જ દસ્તાવેજ પક્ષકારને પરત
  • નોંધણી ફી / સર્ચ ફી / નકલ ફીને માત્ર ઓનલાઇન સ્વીકારવી
  • ખેતી/સીટી સર્વેની મિલકતના દસ્તાવેજ નોંધણી બાદ ઓટો મ્યુટેશન
  • ગુજરાતના ૧૧૭ જેટલા તાલુકાઓની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ યુઝર ફ્રેન્ડલી, ઝડપી અને માહિતીપૂર્ણ – દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લીકેશન ‘Garvi 2.0’ શરુ (Live) કરવામાં આવેલ છે.
  • બોમ્બે મેરેજ એક્ટ હેઠળ તા.૩૧/૧૨/૨૦૦૭ સુધી નોંધાયેલ લગ્નના પ્રમાણપત્ર, ઈન્ડિયન ક્રિશ્ચન મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલ લગ્નના પ્રમાણપત્ર તથા સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલ લગ્નના પ્રમાણપત્ર ઘેર બેઠા મળે તેવી તથા લગ્ન નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન કરવાની કામગીરી.
  • કલમ – ૩૧/કલમ – ૩૨ (ક)/ કલમ – ૫૩ (ક) અને ૫૩ (૧) ના કેસોની નોંધણી તથા અન્ય ઓનલાઈન કામગીરી
  • દસ્તાવેજની પ્રમાણિત નકલ :- ૨૦૧૯ પહેલાનાં સ્થાવર મિલકતના દસ્તાવેજની પ્રમાણિત નકલ ઈ-સીલ તથા QR કોડ સાથે PDF સ્વરૂપમાં ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહે તેવી ઓનલાઈન વ્યવસ્થા.
  • સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ(Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લીકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ કરાવામાં આવશે.
  • ઇ-સ્ટેમ્પીંગ માટે ACC ની નિમણૂક માટેની મંજુરી ઓનલાઇન આપવી. ફીઝીકલ નોન જ્યુડિશ્યલ પેપરનું વેચાણ બંઘ
  • ૪૫૬૬ કેન્દ્રો ખાતે નાગરિકોને ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટની સરળ ઉપલબ્ધી
  • ફરજિયાત નોંઘણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી માટે ઇ-પેમેન્ટની સુવિધા.
  • બેન્કો ખાતે લોન ધિરાણ માટે કરવામાં આવતા અનરજીસ્ટર્ડ દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ ડ્યુટી નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ લી. (Nesl) ના પ્લેટફોર્મ ઉપર ડીજીટલ ઈ-સ્ટેમ્પીંગ ડ્યુટીની સુવિધા
  • ફ્રેન્કીંગ મશીનમાં ઓન લાઇન ફંડ લોડીંગ કરવું તથા પરવાના ઓનલાઇન આપવા.
  • ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૧(દસ્તાવેજ કરતાં અગાઉ વાપરવાની સ્ટેમ્પ ડયુટી અંગે અભિપ્રાય મેળવવો), કલમ-૪૦(ઓછી ભરાયેલ સ્ટેમ્પ ડયુટી ભરવા તે થયા તારીખથી એક વર્ષમાં સામેથી ડયુટી ભરવા રજૂ કરવો),  કલમ-૫૩(૧) (નાયબ કલેકટરના ડયુટી ભરવાના હુકમ સામે મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારીને અપીલ) અને કલમ ૫૩-ક (નાયબ કલેકટર ધ્વારા ઓછી ડયુટી લીધેલ હોય તો મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારી ધ્વારા રીવ્યૂ) અંગેના કેસોની કામગીરી ઓન લાઇન કરવા આયોજન છે..
  • ILMS થકી નામ. હાઇકોર્ટના કેસોનું મેપિંગ વિભાગ કક્ષાથી કરવામાં આવ્યું
  • ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ)નો અધિનિયમ, ૨૦૨૦ હેઠળની અરજી પ્રક્રિયાને iORA પોર્ટલ પર તા. ૧૦/૦૪/૨૦૨૧થી અરજી પ્રક્રિયા ઓનલાઈન કરવામા આવી છે.
  • લેન્ડ ગ્રેબિંગ હેઠળ આજ દિન સુધીમાં કુલ ૧૦૫૧૨ અરજીઓ મળેલ છે જે પૈકી ૭૨૬૩ અરજીઓ પર પ્રાથમિક તપાસ પૂર્ણ કરી ૫૬૭ એફ.આઈ.આર નોંધી, ૧૯૭૯ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
  • ગતિશક્તિ ગુજરાત અંતર્ગત પોર્ટલ ડેવલોપ કરી ખાનગી જમીન સંપાદન અંગેના જાહેરનામાની મંજુરી ઓનલાઇન કરવામાં આવી.
  • આ પોર્ટલમાં હાલની સ્થિતીએ કૂલ-૧૦૫ દરખાસ્તો મળેલ છે.
  • રેવન્યુ રેકર્ડની ઓનલાઇન ઉપલબ્ધી કોઇપણ વ્યકિત નિયત રેવન્યુ રેકર્ડની વિગત જાણી શકે તે પ્રકારનું ઓનલાઇન સોફટવેર Anyror
  • ઓનલાઇન ફી ની ચુકવણી કરી e-Seal અને e-Sign વાળી QR code સાથેના ગામ નમુના નં.૬, ૭/૧૨ અને ૮-અ ની અધિકૃત નકલો ઓનલાઇન પ્રાપ્ત કરી શકાય છે
  • તમામ ઇ-ધરા તેમજ ગ્રામ સુવિધા કેન્દ્ર પરથી સમાન પ્રકારની e-Seal અને e-Sign વાળી QR code વાળી નકલ ની સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવી.
  • e-Seal અને e-Sign વાળી QR code વાળી કુલ નકલ: 1,46,19,286 ઉપલબ્ધ કરાવી
  • eDhara – હાલે કોઇપણ હકક તબદીલી માટે આવશ્યક ગામ નમૂના નં.૬ ની નોંધ ઓનલાઇન તથા નોંધના નિર્ણય અનુસાર ૭/૧૨, ૮-અ જનરેટ થશે. અત્યાર સુધીમાં કુલ ૨,૦૮,૧૯,૯૨૨ ઓનલાઇન ફેરફારો (મ્યુટેશન) નોંધાયા છે અને ૨,૦૫,૧૭,૧૪૪ નોંધ નો નિકાલ કરવામાં આવેલ છે.
  • ઓટો મ્યુટેશનની વ્યવસ્થા – બેન્ક દ્વારા બોજા દાખલ તથા બોજા મુકિત, વેચાણ દસ્તાવેજની સાથે જ ઓટો મ્યુટેશનથી નોંધ, કોઇ પણ હુકમ કરનાર સક્ષમ સત્તાધિકારી દ્વારા હુકમથી ઓટો મ્યુટેશનથી નોંધ પડશે.
  • ઇ-ચાવડી પર ૧૩૫/ડી નોટીસની પ્રસિધ્ધિ થશે. ૧૩૫/ડીની નોટીસ ઓનલાઇન થતાં દુનિયાના કોઇપણ ખુણેથી જોઇ શકાય તે પ્રકારની પારદર્શક વ્યવસ્થા.
  • iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજય ભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટલાઇઝેશન.
  • પક્ષકારોને કેસના દરેક તબકકે એસ.એમ.એસ દ્વારા પણ જાણ કરવાની સુવિધા.
  • હાલની સ્થિતિએ ૧૪,૩૨,૪૭૨ કેસો નોંધાયા છે તથા તે પૈકી ૧૧,૮૮,૯૩૨ નિકાલ થઇ ચુકયો છે.

સ્વામિત્વ યોજના (Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas)

  • આ યોજના દ્વારા ગ્રામ્ય આબાદી વિસ્તારની જમીનના સર્વે તેમજ મેપિંગની કાર્યવાહી કરવામાં આવે છે. આ યોજના અન્વયે સર્વે ઓફ ઇન્ડીયા સાથે તા.૨૧/૦૫/૨૦૨૧ના રોજ MoU કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત રાજયના પ્રાથમિક તબક્કામાં તમામ જીલ્લાઓના હેડ કવાર્ટર તાલુકાનો સમાવેશ કરાયેલ છે. સ્વામિત્વ યોજના અંતર્ગત ૧૨૭૮ ગામોમાં ડ્રોન માપણી થયેલ છે.

આ પણ વાંચો : સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન