Not Set/ શું તમને માથામાં દુખે છે? માઇગ્રેન હોઇ શકે છે, જાણો તેના લક્ષણો અને સારવાર વિશે

માથા નાં અડધા ભાગમાં દુ:ખાવો થવો તે માઇગ્રેન – આધાશીશી માથા ના અડધા ભાગ નો દુઃખાવો તે જ રોગ નું મુખ્ય લક્ષણ છે.

Health & Fitness Lifestyle
Untitled 4 શું તમને માથામાં દુખે છે? માઇગ્રેન હોઇ શકે છે, જાણો તેના લક્ષણો અને સારવાર વિશે

આજે જે વિષય તમારી સમક્ષ મૂકવામાં આવેલો છે તેનું નામ છે માઇગ્રેન. માથાનાં અડધા ભાગમાં દુ:ખાવો થવો તે માઇગ્રેન – આધાશીશી માથાનાં અડધા ભાગનો દુઃખાવો તે જ રોગનું મુખ્ય લક્ષણ છે. આજે વાચક મિત્રો સાથે અમે જે રોગ વિશે ચર્ચા કરવાના છીએ તે રોગને આધુનિક વિજ્ઞાનમાં “માઇગ્રેન” અને આયુર્વેદમાં “આધાશીશી” તરીકે ઓળખવામાં આવે છે. માઇગ્રેન રોગમાં માથાની જમણી બાજુ અથવા ડાબીબાજુનાં ભાગમાં અસહય દુખાવો થાય છે. અને ન કહેવાય કે ન સહેવાય એવા માથાનાં દુખાવાને આધાશીશી – માઇગ્રેનનાં નામે ઓળખવામાં આવે છે.

Untitled 5 શું તમને માથામાં દુખે છે? માઇગ્રેન હોઇ શકે છે, જાણો તેના લક્ષણો અને સારવાર વિશે

આ રોગમાં ઘણીવખત માથું ફાટી જાય તેટલી પીડા થતી જોવા મળે છે. આયુર્વેદનાં મંતવ્ય મુજબ કોપાયમાન વાયુ કફની મદદથી માથાનાં અડધા ભાગનેં પકડી ને ડોક, ભમર, કાન, આંખ અને કપાળમાં ઝટકા જેવી છે. જેવી ભયંકર વેદના કરે છે. જેને અર્ધાવભેદક – આધાશીશી કહે છે. માઇગ્રેન થવાનું મુખ્ય કારણ વાયુને માનવામાં આવે છે. રુક્ષ કે લૂખું ભોજન વધારે કરવાથી, વધારે તડકામાં ફરવાથી, લાંબી મુસાફરી કરનારને,વધુ પડતો વ્યાયામ અને વાત પ્રકોપક આહાર વિહારનું અતિશય સેવન કરવાથી માથાનો દુઃખાવો થાય છે.

Untitled 6 શું તમને માથામાં દુખે છે? માઇગ્રેન હોઇ શકે છે, જાણો તેના લક્ષણો અને સારવાર વિશે

Health / શું તમને કોરોના થઇ ચુક્યો છે? તો આ આયુર્વેદિક ઉપાયો વિશે જાણો, રોગપ્રતિકારક શક્તિ મેળવવામાં કરશે મદદ

લક્ષણો :
1. માઇગ્રેનમાં માથાનો ઓચિંતો દુઃખાવો શરૂ થાય છે, બપોરે તડકામાં ફરવાથી આ દુઃખાવો વધી જાય છે.
2. આધાશીશીમાં માથાનાં વચ્ચેથી બે સરખા ભાગ કર્યા હોય તેમ એક બાજુનું અડધું માથું દુઃખે છે, બીજું અડધું માથું વેદના રહિત હોય છે. જો કે રોગ જૂનો થાય તો આખા માથામાં પણ ફેલાય છે, અને આખા માથાને આવરી લે છે. રોગીને માથામાં કોઈ હથોડા મારતું હોય તેવી પીડા થાય છે. આ પીડા કલાકો, દિવસો કે અઠવાડિયા સુધી એટલે કે અનિયતકાલીન હોય છે. વેદના વખતે રોગીનું મોઢું ફિકુ પડી જાય છે, કેટલીક વખત એસિડિટીનાં લક્ષણો જોવા મળે છે, ઉબકા આવે, મોં માં પાણી છૂટે, ઊલટી થાય, ઓડકાર આવે તેવું પણ જોવા મળે છે.

Untitled 7 શું તમને માથામાં દુખે છે? માઇગ્રેન હોઇ શકે છે, જાણો તેના લક્ષણો અને સારવાર વિશે

સારવાર :-

1.આધાશીશીનાં રોગીએ ધીરજપૂર્વક આયુર્વેદ ઉપચાર કરવાથી રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે. જેમાં શિરોધારાની સારવાર આ રોગ ઉપર ખૂબ સારું પરિણામ આપે છે, શિરોધારામાં ઔષધોથી સિદ્ધ તેલની માથા પર ધારા કરવાથી માથામાં રક્તનું પરિભ્રમણ સુચારુ રૂપે થવાથી અને નદી સંસ્થાન ઉતેજીત થવાથી દર્દીનાં શરીરમાં વધેલા વાયુ પ્રકોપ પર કાબૂ મેળવી શકાય છે.
2. ગોદંતી ભસ્મ , રાઉપ્યા ભસ્મ, મોતી પિષ્ટી વગેરે વૈદ્યની સલાહ મુજબ લઈ શકાય.
3. આ રોગ નાં દર્દી એ શદબિંડું તેલ કે ગાયનાં ઘી નાં 4-4 ટીપાં નાકમાં નાખવા. નસ્ય કર્મ કરવાથી માઇગ્રેનમાં ખુબ ફાયદો થાય છે.
4. રોજ સવારે ગાયનાં દૂધમાં 1 ચમચી દેશી ઘી નાખી પીવાથી આધાશીશી રોગ પર કાબૂ મેળવી શકાય છે.
5. માથાનાં દુખાવામાં પથ્યદી કવાથ ઉત્તમ છે. વૈદ્યની સલાહ મુજબ અન્ય દવાઓ પણ લઈ શકાય છે.
૬. આંબાની અંતર છાલને પાણીમાં ઘસી લેપ કરવાથી માથાની મહાપીડાનો નાશ થાય છે.

આમ, આયુર્વેદનાં વિવિધ ઉપચારો માઇગ્રેન જેવા ભયંકર દુઃખાવામાં થી મુક્તિ અપાવવાને સક્ષમ છે, તેમાં શંકાને સ્થાન નથી.

ડો. જાહ્નવી બેન ભટ્ટ
મોબાઈલ નંબર : 9428598098

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ