કેવી જીભ લપલપાઈ/ ડ્રાઈવર મુસાફરોથી ભરેલી બસ છોડીને ખાવા ગયો પકોડી, પછી થઈ કાર્યવાહી

BRTSએ આ મામલે ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Ahmedabad Gujarat
ડ્રાઈવર

બસના ચાલકે પકોડી ખાવા માટે 10 મિનિટ સુધી રોકી રાખી હતી. આ દરમિયાન મુસાફરોથી ભરેલી બસ ડ્રાઈવરની રાહ જોઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BRTSએ આ મામલે ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

TOIના રિપોર્ટ અનુસાર, આ ઘટના ગયા શનિવારની છે. બસ ડ્રાઈવર નિલેશ પરમાર BRTS બસનો ડ્રાઈવર છે. તેમણે જુંડાલ-ત્રિમંદિર રૂટ પર 10 મિનિટ માટે બસ રોકી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન ડ્રાઈવર સ્વાગત સિટી સોસાયટીમાં બસ પાર્ક કરીને બહાર આવ્યો અને પકોડી ખાવા લાગ્યો.

આ દરમિયાન ડ્રાઈવર પકોડી ખાઈ રહ્યો હતો ત્યારે બસમાં સવાર મુસાફરો તેની રાહ જોઈ રહ્યા હતા. એક મુસાફરે આ ઘટનાને પોતાના કેમેરામાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, BRTS જનમાર્ગ લિમિટેડના અધિકારીઓએ આ ઘટનાની નોંધ લીધી અને ઓપરેટર પર 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. ડ્રાઈવર પરમારને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમજ આ ઘટના અંગે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ઘટનાની પુષ્ટિ કરતા BRTSના આસિસ્ટન્ટ કમિશનર વિશાલે કહ્યું કે આ 1 એપ્રિલના રોજ થયું હતું. આરોપી ડ્રાઈવર અને ઓપરેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે