Not Set/ નશામાં ધૂત ડ્રાઈવરે ખાંડ ભરેલી ટ્રક ઠાલવી દીધી, પછી જે થયું..

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે અને દેશભરના લોકોની કમર તોડી નાખી છે. આ સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ..

Gujarat Others
A 119 નશામાં ધૂત ડ્રાઈવરે ખાંડ ભરેલી ટ્રક ઠાલવી દીધી, પછી જે થયું..

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે અને દેશભરના લોકોની કમર તોડી નાખી છે. આ સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આસામને પહોંચી ગયા છે, ત્યારે હવે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને જીવનનિર્વાહ કરવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે આ કોરોના કાળમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે.

હકીકતમાં, કચ્છના ભચાઉના વોન્ધ ગામ નજીક એક ખાંડ ભરેલા ડમ્પર ચાલકે દારૂના નશામાં ખાંડ ખુલ્લામેદાનમાં ઠાલવી દેતા લોકોએ ખાંડ માટે પડાપડી કરી હતી. જો કે ટેમ્પા ચાલકે આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો : હદ કરી બાકી, 7 મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ , વાંચો ક્યાંની છે ઘટના

જો કે એક તબક્કે તો આ અંગે લોકો કઈ પણ સમજી શક્યા નહોતા, પરંતુ ખાંડ ઠાલવીને ડમ્પર રવાના થતાની સાથે જ તુરંત હાથ લાગ્યા તે સાધનથી ખાંડ ભરીને ઘરે લઇ જવા માટે તુટી પડ્યા હતા.

આ પણ વાંચો : હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા, વાંચો સમગ્ર અહેવાલ

આપને જણાવી દઈએ કે, કોરોના કાળમાં પહેલેથી જ પ્રજા બેહાલ બની ચુકી છે, જ્યાં હવે મોંઘવારીએ માઝા મુકી છે અને ગરીબ તથા મધ્યમવર્ગ માટે જીવન નિર્વહન મુશ્કેલ બન્યું છે, ત્યારે ખાંડ ભરતા લોકોએ મોંઘવારીમાં દારૂના નશામાં ચુર ડ્રાઇવર દેવદુત સમાન લાગ્યો હશે, કારણ કે નશામ ધુત એક ટેમ્પો ચાલક પોતાનું ખાંડ ભરેલુ ડમ્પર મેદાનમાં ઠાલવીને જતો રહ્યો હતો.

આ પણ વાંચો :કોરોનાની સાથે હવે માનસિક બીમારીઓએ પણ ઉચકયું માથું, રાજ્યમાં સામે આવ્યા અનેક કેસ