સુરત/ દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો….

સુરતના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ ટાઉનશીપ સોસાયટીમાં 29-04-2023ના રોજ એક ઈસમ અને તેના બે પુત્રોએ સોસાયટીના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું

Top Stories Gujarat Surat
Untitled Recovered દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો....

@અમિત રૂપાપરા 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાતો સરકાર કરે છે પરંતુ અવારનવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ ટાઉનશીપ સોસાયટીમાં 29-04-2023ના રોજ એક ઈસમ અને તેના બે પુત્રોએ સોસાયટીના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું અને મહિલાઓની હાજરીમાં પણ અભદ્ર ભાષાઓનો ઉપયોગ કર્યો હતો.

29-04-2023ના રોજ કિશોર સુમેશરા નામના 46 વર્ષના વ્યક્તિએ દારૂના નશામાં પાલમાં આવેલી સંસ્કૃતિ ટાઉનશીપમાં સ્થાનિક લોકો સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત ગાળાગાળી પણ કરી હતી. સોસાયટીના લોકો દ્વારા કિશોરનો વિરોધ કરવામાં આવતા, કિશોરના બંને પુત્રો મોહિત અને મિહિર પણ સોસાયટીના લોકો સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યા હતા. તેથી સોસાયટીના લોકોએ આ બાબતે 100 નંબર પર જાણ કરતા પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઘટના પહોંચ્યા હતા.

Untitled Recovered 1 દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો....

દારૂના નશામાં રહેલા કિશોરે પણ પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ત્યારબાદ કિશોર અને તેના બંને પુત્રોને પાલ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે કિશોર અને તેના બંને પુત્રોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા ત્રણેયનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને સંસ્કૃતિ ટાઉનશીપ ખાતે લાવવામાં આવ્યા હતા. સંસ્કૃતિ ટાઉનશીપમાં કિશોર અને તેના બંને પુત્રો મોહિત અને મિહિરે બે હાથ જોડીને પોતે કરેલા અભદ્ર વ્યવહારની લોકો પાસે માફી માગી હતી.

Untitled Recovered 2 દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો....

આટલું જ નહીં પરંતુ દારૂના નશામાં લોકો સાથે અભદ્ર વ્યવહાર કરનારા ઈસમને કાયદાનું ભાન પાલ પોલીસે કરાવ્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે કિશોર પાસે પ્રોહિબિશન અંગેનું પરમિટ છે અને કિશોરે દારૂના નશામાં સોસાયટીના લોકો સાથે ગાળાગાળી અને અભદ્ર વ્યવહાર કર્યો હોવાના કારણે પોલીસ દ્વારા કિશોર પાસે રહેલી પ્રોહિબિશનની પરમીટ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…

આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ