Not Set/ દેશનાં આ ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું આજે એલાન કરી શકે છે ચૂંટણી પંચ

ભારતની ચૂંટણી કમિશન આજે શનિવારનાં રોજ ત્રણ રાજ્યોમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં થનાર આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખની ઘોષણા કરી શકે છે. ચૂંટણી સમિતિએ શનિવારે 12 વાગ્યે પ્રેસ કોંન્ફરન્સ બોલાવી છે. ત્રણ રાજ્યોમાં આ વર્ષનાં અંત સુધી ચૂંટણી થવાની છે. માનવામાં આવી રહ્યુ છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પહેલા કરાવવામા આવી શકે છે, જ્યારે ઝારખંડમાં […]

Top Stories India
election દેશનાં આ ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું આજે એલાન કરી શકે છે ચૂંટણી પંચ

ભારતની ચૂંટણી કમિશન આજે શનિવારનાં રોજ ત્રણ રાજ્યોમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં થનાર આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખની ઘોષણા કરી શકે છે. ચૂંટણી સમિતિએ શનિવારે 12 વાગ્યે પ્રેસ કોંન્ફરન્સ બોલાવી છે. ત્રણ રાજ્યોમાં આ વર્ષનાં અંત સુધી ચૂંટણી થવાની છે. માનવામાં આવી રહ્યુ છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પહેલા કરાવવામા આવી શકે છે, જ્યારે ઝારખંડમાં તે પછી ચૂંટણી યોજાશે. ઓછા સમયને ધ્યાને લેતા બંને રાજ્યોની ચૂંટણીઓ માટે પહેલા નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

હરિયાણા અને ઝારખંડની અનુક્રમે 90 અને 82 બેઠકો અને મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ઓક્ટોબર 2014 માં ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી અને પરિણામ 19 ઓક્ટોબરનાં રોજ સામે આવ્યું હતું. આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની મુદત પુરી થાય તે પહેલાં ચૂંટણીઓ યોજવી જરૂરી છે. દિવાળી પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ પહેલા તારીખ 20 સપ્ટેમ્બર 2014 નાં રોજ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. 15 ઓક્ટોબરે બંને રાજ્યોમાં ચૂંટણી યોજાઇ હતી. મતગણતરી 19 ઓક્ટોબરનાં રોજ થઈ હતી. જ્યારે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે 5 તબક્કામાં યોજાઇ હતી.

2014 માં આ ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય થયો હતો. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે 122 બેઠકો હતી અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે ભાજપને હરિયાણાની 90 બેઠકોમાંથી 47 બેઠકો મળી હતી. મનોહર લાલ ખટ્ટર અહીંનાં મુખ્યમંત્રી બન્યા. ઝારખંડમાં ભાજપે 77 માંથી 35 બેઠકો પર કબજો કર્યો હતો અને રઘુબરદાસ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.