અમદાવાદ/ કોરોનાના કેસ ઘટતા સિવિલ હોસ્પિટલમાં ફરથી સાંજની OPD શરૂ કરાશે

દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો

Ahmedabad Gujarat
સિવિલ હોસ્પિટલમાં

   રાજય માં આ વખતે  કોરોનાની બીજી લહેર  ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોના  સંક્રમિત થતા મૃત્યુ પામ્યા  હતા. ત્યારે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં  આવ્યા હતા જેમના લીધે કેસો   કંટ્રોલમાં છે. ત્યારે  અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય કરવા આવ્યો છે.  જે અંતર્ગત  હોસ્પિટલ માં   દર્દીઓની સારવાર માટે હવે સવારની ઓ.પી.ડી.ની સાથે સાથે સાંજની ઓપીડી પણ સોમવારથી બપોરે ૨થી ૪  કલાકે  પૂર્વવત કાર્યરત કરવામાં આવશે.  રાજય માં  બીજા   રોગ ના કેસો  વધતા જોવા મળી રહ્યા છે .

આ પણ વાંચો :Googleએ આ કારણે અફઘાન સરકારના ઇમેલ એકાઉન્ટ્સ કર્યા બંધ

વિશ્વભરમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી છે. સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :PM મોદી આ મહિને જઈ શકે અમેરિકાના પ્રવાસે, પહેલીવાર મળશે જો બિડેન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્રદેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે. જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે તેવું તેમણે ઉમેર્યું હતુ.