Gujarat/ અરવલ્લીમાં પરિવાર ઉત્તરાયણ મનાવવા ગયો અને તસ્કરોએ કર્યો હાથફેરો

બાયડની સહજાનંદ સોસાયટીમાં 6.52 હજારની ચોરી થતા હલચલ મચી તસ્કરોએ સોસાયટીમાં ત્રણ મકાનોને નિશાન બનાવતા પોલીસ સામે લોકો રોષે ભરાયા….

Gujarat Others
sssss 53 અરવલ્લીમાં પરિવાર ઉત્તરાયણ મનાવવા ગયો અને તસ્કરોએ કર્યો હાથફેરો

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી

બાયડની સહજાનંદ સોસાયટીમાં 6.52 હજારની ચોરી થતા હલચલ મચી તસ્કરોએ સોસાયટીમાં ત્રણ મકાનોને નિશાન બનાવતા પોલીસ સામે લોકો રોષે ભરાયા. રાત્રી દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ માત્ર નામનું જ રહ્યું.

sssss 54 અરવલ્લીમાં પરિવાર ઉત્તરાયણ મનાવવા ગયો અને તસ્કરોએ કર્યો હાથફેરો

બાયડની સહજાનંદ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવી સોના ચાંદીનાં દાગીના તથા રોકડ રકમ મળી કુલ 6,52,000 ની ચોરી કરતા સોસાયટીમાં ભયનો માહોલ છવાયો હતો. એક સાથે તસ્કરો ત્રણ મકાનને નિશાન બનાવતા પોલીસની આબરૂનાં લીરે લીરા ઉડાવી દીધા હતા. ગજાનંદ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ રામભાઈ પંચાલ, અનિલભાઈ તથા દોલતસિંહનાં ઘરને નિશાન બનાવી અંદર રહેલ સોના ચાંદીનાં દાગીના તથા રોકડ રકમ મળી કુલ 6,52,000 ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

sssss 55 અરવલ્લીમાં પરિવાર ઉત્તરાયણ મનાવવા ગયો અને તસ્કરોએ કર્યો હાથફેરો

રાત્રી દરમિયાન પોલીસ માત્ર નામનું પેટ્રોલિંગ કરતી હોય તેવું રીતસર સાબિત થાય છે. બાયડમાં ચોરી થતા પોલીસ હાથ ઉપર હાથ ધરી તમાસા જોતી રહે છે અને તસ્કરો એક પછી એક સોસાયટીની નિશાન બનાવી તસ્કરીને અંજામ આપી રહ્યા છે. સત્વરે પોલીસ તસ્કરોને ઝડપી પાડે તેવી ગ્રામજનોએ માંગણી ઉઠાવી હતી. બીજી તરફ જિલ્લાનાં મુખ્ય મથક મોડાસામાં આવેલ વેદમાતા સોસાયટીમાં પણ તસ્કરો ત્રાટકયા હતા અને પાંચ મકાનોને નિશાન બનાવ્યા હતા. જિલ્લામાં બનેલા ચોરીઓનાં બનાવને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Kevadia: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા જનશતાબ્દી ટ્રેનને ગ્રીન સિગ્નલ, કેટલુ…

Ahmedabad: મહિલા સાથે અશોભનીય વર્તન હેડ કોન્સ્ટેબલને પડ્યું ભારે, કરાયા…

Crime: ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખની પુત્રવધુ પોતાના ફ્લેટમાં ૧૪ મહિ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો