Not Set/ રાજકોટ/ દીકરીની દરેક ઈચ્છા પુરી કરવા સક્ષમ પિતાએ પુત્રીને કરિયાવરમાં આપ્યા, અધધધ ….

રાજકોટમાં એક પિતાએ દીકરીના લગ્નમાં ભેંટ સ્વરૂપે અનોખો કરિયાવર આપ્યો છે , કરિયાવર છે પુસ્તકોનો અને એ પણ એક બે નહિ પરંતુ ગાડું ભરીને પુસ્તક ભેંટમાં આપ્યા છે , નવાઈ ની વાત તો એક છે કે પિતા દીકરીની દરેક ઈચ્છા પુરી કરવા સક્ષમ છે છતાં કરિયાવરમાં પુસ્તક આપ્યા છે , વાત છે રાજકોટના હરદેવસિંહજી જાડેજા ની […]

Gujarat Rajkot
abhijit 6 રાજકોટ/ દીકરીની દરેક ઈચ્છા પુરી કરવા સક્ષમ પિતાએ પુત્રીને કરિયાવરમાં આપ્યા, અધધધ ....

રાજકોટમાં એક પિતાએ દીકરીના લગ્નમાં ભેંટ સ્વરૂપે અનોખો કરિયાવર આપ્યો છે , કરિયાવર છે પુસ્તકોનો અને એ પણ એક બે નહિ પરંતુ ગાડું ભરીને પુસ્તક ભેંટમાં આપ્યા છે , નવાઈ ની વાત તો એક છે કે પિતા દીકરીની દરેક ઈચ્છા પુરી કરવા સક્ષમ છે છતાં કરિયાવરમાં પુસ્તક આપ્યા છે ,

વાત છે રાજકોટના હરદેવસિંહજી જાડેજા ની જેઓ પોતે શિક્ષક છે અને તેઓના દીકરી કિન્નરીબા જાડેજાના લગ્ન લેવાયા છે , કિન્નરી બા જાડેજા બાળપણથી પુસ્તક પ્રેમી છે અને તેની પોતાની અંગત લાઈબ્રેરીમાં 500 થી વધુ પુસ્તકો છે , તે ઉપરાંત તેઓએ એક વાર પિતા પાસે લગ્નના કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તક માંગી લીધા હતા કે કરિયાવરમાં સોનુ ચાંદી તેને મળે કે ન મળે પરંતુ તેને પુસ્તક તેના વજન જેટલા આપવામાં આવે , દીકરીની આ વાતને આજે તેના પિતાએ સાર્થક કરી છે અને તેને 700 કિલોથી વધુ વજન ધરાવતા 2200 થી વધુ અલગ અલગ પુસ્તકો કરિયાવરમાં આપ્યા છે
abhijit 5 રાજકોટ/ દીકરીની દરેક ઈચ્છા પુરી કરવા સક્ષમ પિતાએ પુત્રીને કરિયાવરમાં આપ્યા, અધધધ ....
પિતા એ આપેલા પુસ્તક થી કિન્નરીબા રોમાંચિત તો છે જ સાથે સાથે તેની લાગણીઓ તેના પિતાએ સમજી અને પરિવારે પણ આ માટે મદદ કરી હોવાથી તે સાસરે જતા સમયે ખુશ પણ છે , કિન્નરીબા લગ્ન કરીને કેનેડા ખાતે જવાના છે ત્યારે તેઓ પોતાની સાથે આ પુસ્તક પૈકી કેટલાક પુસ્તક સાથે લઇ જશે અને બાકીના પુસ્તક ને શાળાના બાળકો માટે ભેંટ સ્વરૂપે આપતા જશે
આજના સમયમાં આધુનિક ટેક્નિક અને ડિજિટલ દુનિયા વચ્ચે પણ પુસ્તક નો પ્રેમ અને શબ્દો ની સમાજ રાખનારા યુવાઓ પણ છે ત્યારે અનોખા લગ્ન અને અનોખા કરિયાવર સમાજમાં પુસ્તકની સુવાસ ફેલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.