ગુજરાત/ રાજયના આ બે શહેરોમાં આગ લાગી હતી જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહી

 રાજ્યમાં  દિવસેને દિવસે  આગના  બનાવો વધતાં જોવા  મળી રહ્યા  છે. જેમાં  કયારેક એવી ભીષણ આગ હોય છે કે જેમાં  ઘણા લોકોના મોત થતાં હોય છે

Gujarat
Untitled 45 5 રાજયના આ બે શહેરોમાં આગ લાગી હતી જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહી

રાજ્યમાં  દિવસેને દિવસે  આગના  બનાવો વધતાં જોવા  મળી રહ્યા  છે. જેમાં  કયારેક એવી ભીષણ આગ હોય છે કે જેમાં  ઘણા લોકોના મોત થતાં હોય છે,. તેવામાં  આજે  2 જગ્યાએ  આગના કિસ્સા સામે  આવ્યા  છે.  જેમાં  વડોદરામાં  નિઝમપુરાની આશીર્વાદ હોસ્પિટલમાં પહેલા અને બીજા માળે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. અચાનક આગ લાગતા હોસ્પિટલનો સ્ટાફ સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયો હતો.

આ પણ  વાંચો:Monkey Fever / ઓમિક્રોનમાં વધુ એક વાયરસનો હુમલો, હવે ‘મંકી ફીવર’ માણસોને ચેપ લગાવી રહ્યો છે, જાણો લક્ષણો

હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગમાં ફસાયેલા ત્રણ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે ફાયર બ્રિગેડને આગ બુજાવવામાં થોડા સમય માટે મુશ્કેલી પડી રહી હતી. આખરે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. કુલિંગની કામગીરી શરૂ કરી હતી.  આગની ઘટનાની જાણ થતા ફતેહગંજ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ  વાંચો:National / અંબાણી, અદાણીની પૂજા કરવી જોઈએ કારણ કે.. : બીજેપી સાંસદ અલ્ફોન્સમિ રજૂઆત 

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલાં વાહનોમાં કોઈ કારણસર આગ લાગતાં 36 વાહન આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયાં છે. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ત્રણ ગાડી સાથે અધિકારી-જવાનો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે 600 વાહનને સળગતાં બચાવી લીધાં હતાં.