Not Set/ વિશ્વ ઉમિયાધામ યુએસએ (USA) ટીમ દ્વારા મોક્લેલ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટરનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચ્યો

ગુજરાતમાં  કોરોના કેસ હવે ધીમે ધીમે ઘટતા જોવા મળી રહ્યા છે  ત્યારે આવા સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજના  લોકો મદદ કરી રહ્યા છે . જેમાં  કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવી અનેક સેવાઓ વિવિધ સમાજ દ્વારા  કરવામાં આવી રહ્યા […]

Ahmedabad Gujarat
Untitled 143 વિશ્વ ઉમિયાધામ યુએસએ (USA) ટીમ દ્વારા મોક્લેલ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટરનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચ્યો

ગુજરાતમાં  કોરોના કેસ હવે ધીમે ધીમે ઘટતા જોવા મળી રહ્યા છે  ત્યારે આવા સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજના  લોકો મદદ કરી રહ્યા છે . જેમાં  કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવી અનેક સેવાઓ વિવિધ સમાજ દ્વારા  કરવામાં આવી રહ્યા છે   ત્યારે આવા સમયે  પાટીદારોની  સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ ટીમ ગુજરાતની વ્હારે આવી છે. વિશ્વ ઉમિયાધામ યુએસએ ટીમે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતમાં મોકલવાની જાહેરાત કરી હતી. જેનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચી ગયો છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા   દ્વારા  ગુજરાત  સરકારને કોરોના સંકટમાં સહયોગ કરશે તેવી જાહેરાત કરાઈ હતી. જેમાં  335 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરેથી આજથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આજે ઉર્જામંત્રી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરાઈ હતી.

આજથી 20 જેટલા નિષ્ણાંત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોનાં કાઉન્સેલિંગ સેવા આપશે. અમેરિકાથી આવનાર 1 હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ .સૌપ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક આવશે. અમેરિકન સરકારની ગાઈડલાઈન મુજબ દર સોમવારે 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત આવશે.