FIR/ વડોદરા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ, બે શખ્સો પોલીસનાં પાંજરમાં

ગુજરાતમાં એક સમયે વધેલી ભૂમાફિયાઓની દાદાગીરીને નેસ્તો નાબુદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટને અમલી કરવામાં આવ્યો અને ભૂમાફિયાઓ થથરી ઉઠ્યા.

Top Stories Gujarat Vadodara
WhatsApp Image 2021 01 19 at 6.46.21 PM 1 વડોદરા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ, બે શખ્સો પોલીસનાં પાંજરમાં

ગુજરાતમાં એક સમયે વધેલી ભૂમાફિયાઓની દાદાગીરીને નેસ્તો નાબુદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટને અમલી કરવામાં આવ્યો અને ભૂમાફિયાઓ થથરી ઉઠ્યા. આમ તો ગુજરાતનાં અનેક શહેરો અને મહાનગરોમાં માથાભારે ભૂમાફિયા તત્વોને ઝેર કરવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે કેસ નોંધવામાં આવ્યા જ છે, પરંતુ વડોદરા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ આજે નોંધવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહ્યો છે.

વડોદરા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે. જીલ્લાની શિનોર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે જીલ્લાનો પ્રથમ ગુનો દાખલ કર્યો. પોલીસ દ્વારા જમીન પચાવી પાડનાર બે આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પ્રાથમીક રીતે સામે આવતી માહિતી પ્રમાણે નાના કરાળાના કમલેશ અને રાજેન્દ્ર પટેલની લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે શિનોરના નાના કરાળા ગામે આ બનેં શખ્સો દ્વારા જમીન પચાવી પાડવામાં આવી હતી. જમીન માલિક મહિલાએ કલેક્ટરને ફરિયાદ કરી હતી અને મહિલાની અઢી વીઘા જમીન બળજબરીથી પડાવી લીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહિલાની સંમતિ કે સહી વગર બાનાખત કરી લીધા હોવાની ફરિયાદમાં વિગતો સામે આવે છે. મહિલાની ફરિયાદ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ કમિટીએ કાર્યવાહીનો આદેશ કર્યો હતો. કમિટીનાં આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી અને આ ગુનામાં સામેલ બે ની ધરપકડ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…